SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર અને તેમને સમય વખત સર્વોત્તમ પદે પહોંચ્યા પછી તેનું પતન સંભવિત નથી. શ્રી ઉમાસ્વાતિ दग्धे बीजे यथाऽत्यन्तम् प्रादुर्भवति नाङ्कुरः। कर्मबीजे तथा दग्धे न रोहति भवाङ्कुरः ॥ જમીનમાંનાં બીજ બળી ગયા પછી તેમાંથી જેમ અંકૂર કુટતા નથી તેમ કર્મરૂપ બીજ બળી ગયા પછી સંસારરૂપ અંકૂર ઉત્પન્ન થતા નથી. આમ “ઈશ્વર શબ્દથી જે કે કઈ વ્યક્તિવિશેષને નિર્દેશ નથી તે પણ સર્વમાન્ય ગુણે જ્યારે મનુષ્યમાં પૂર્ણ વિકસે છે ત્યારે તે ઈશ્વરત્વ પ્રાપ્ત કરે છે. ઈશ્વર મનુષ્યના આત્મામાં છુપાયેલ શક્તિમાં સર્વોત્તમ, મહાન અને સંપૂર્ણ પ્રકાશ યા વિકાસ માત્ર છે.”૨ અહીં એટલી સૂચના અસ્થાને નથી કે આવા સર્વજ્ઞ આત્માઓમાં કેટલાક નામકર્મના પરિણામે તીર્થકર કહેવાય છે. તીર્થંકરનું ખાસ લક્ષણ કેઈના ઉપદેશ સિવાય આત્માની સ્વયં જાગૃતિ છે અને તે તે દ્વારા સત્યનો પ્રચાર કરે છે; બીજા સામાન્ય કેવલી ગણાય છે. તીર્થંકરે પિતાની અદ્વિતીય પ્રભુતા, પ્રગભ દેવત, તેમજ અસાધારણ અને અલૌકિક સુંદરતા, શકિત, પ્રતિભા અને પ્રકાશથી જગત પર ચિરસ્મરણીય વ્યક્તિત્વ મૂકતા જાય છે. | તીર્થકર શબ્દ જેને ખાસ પારિભાષિક શબ્દ છે; ઘણી વખત સાધુ, સાધ્વી. શ્રાવક અને શ્રાવિકાના ચતુર્વિધ સંઘના સ્થાપક જે પણ તેને અર્થ કરાય છે, પરંતુ ખરે અર્થ એ છે કે આ વિચિત્ર સંસારરૂપ સમુદ્રમાંથી પાર ઉતરવા માટે અને આધ્યાત્મિક સુખના શિખરે પહોંચવા સારું આત્મિક પ્રકાશદ્વારા જે દરવણી કરે છે તેજ તીર્થકર કહેવાય છે. આ તીર્થકરે ધર્મને નવીન સત્ય, ને પ્રકાશ અને પુનર્જાગૃતિ આપી જગતનું કલ્યાણ કરે છે અને પહેલાનાં બધા જમાના કરતાં જગતને ખરે મૂકતા જાય છે. એ સ્વાભાવિક છે કે આત્માને વળગેલાં સારા નરસાં બધાંય કર્મોનો સર્વથા નાશ કરનાર તે ઉચ્ચતમ દશા પ્રાપ્ત કરી શકે અને તેના વિજયની નિશાની તરીકે બધાય તીર્થક જિન યા વિજયી પણ કહેવાય છે. આચાર્ય યોગેન્દ્ર કહે છે કે “જે આત્મામાં 1. Umasvativacaka, op. cit, chap. x, Sat. 8, p. 201. મામૈમૂતઃ પરમારમાં ન પુનઃ વર્મવાનતિ મવિનુમ મુત્ત પ્રાપ્ય જ પુનરોડવતાઃ .. –Vijayadharmasāri, op, and loc, cit. 2. Radhakrishnan, op. cit., i., p. 331. 3. Just as the Karma called Gotra-Karma came in the way of Mahāvira's being born to a Kshatriyaoni so we get here Nama-Karma, તરવારનામiાં ન ચસ્થ વર્માસ્તિ . . – Hemacandra, op. cit., chap. xi., v. 48, p. 30. 4. C. Jaini, op. ctd., p. 2. 5. "When a new Tirthankara rises, the followers of the preceding ones follow him, as the followers of Parśva, followed Mahavira."-Stevenson (Mrs), op. cit., p. 241. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy