SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર અને તેમને સમય ३७ જૈનશાસ્ત્ર અનુસાર વિશ્વના દરેક પદાર્થોના બે વિભાગ છે, જે દરેક શાશ્વત, નિત્ય, પર્યાપ્ત, અને સ્વતંત્ર છે. જીવને ચેતના અથવા આત્માદ્વારાપણ ઓળખી શકાય છે. અને જડપદાર્થ બધા અજીવ છે. જૈન દષ્ટિએ આ વિભાગ પૂર્ણ અને અકાઢે છે. અજીવના ધર્મ, અધર્મ, આકાશ, પુલ એવા ભેદ પાડવામાં આવ્યા છે તેમાં કેટલાક કાળ પણ ઉમેરે છે. જીવ અથવા આત્મા નિર્વાણની અંતિમ દશા સિવાય અજીવ સાથે હંમેશાં સંલગ્ન છે; તેને પરિણામે કર્મની સત્તા ઉદયમાં આવે છે, જે મુકિત, પૂર્ણતા અથવા શાંતિની બાધક છે. આ કર્મો અથવા આત્માના કૃત્યે પુદ્ગલ સહિત સારાં અથવા નરસાં હોય છે અને તેમનાજ કારણે આ દુનિયામાં જન્મ અને પુનર્જન્મનાં બધાં દુઃખ અનુભવવાં પડે છે. એટલાજ માટે આપણાં બધાંય દુઃખનું મૂળ અહીં રહેલું હોવાથી જીવ અને અજીવ એ બધાંય ત તેમજ વિશાળ પાયા પર રચાયેલે તેમનો પરસ્પર સંબંધ સમજાવવા માટે જૈન શાસ્ત્રકારોએ નવ તત્વે રજૂ કર્યા છે તે નીચે પ્રમાણે જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. આ બધાં તને જૈન અધ્યાત્મશાએ સૂકમતાથી વિચાર કર્યો છે પણ આપણે તેટલી બધી વિગતેમાં ઉતરવાની જરૂર નથી. 1. Stevenson ( Mrs. ), op. cit., p. 94. 2. Things enjoyable by the senses, the five senses themselves, the mind, the Karmas, and all other material objects are called Pudgalas, or matters. All material things are ultimately produced by the combination of atoms. The smallest individual particle of matter is called an atom (Anu). In their atomic theory "we place the Jainas first, because they seem to have worked out their system from the most primitive notions about matter.”—Jacobs, E.R.E., i., p. 199. 3. મેથ્ય ધર્મધર્માધાપુદ્રા : . . --Haribhadra, p. cit., p. 50. Yogendracarya in his Paramātma Prakasa includes Kala, v. 142. 4. " Matter is without consciousness; soul is conscious. Matter has no choice but to be moulded by the soul. The connection of soul and matter is material, and it is affected by the soul's activity. The bondage is called Karma, since it is the Karma or deed of the soul. It is material, forming a subtle bond of extremely refined Kārmic matter which keeps the soul from flying up to its natural abode of full knowledge and everlasting peace.”—Jaini, op. cit., p. 26; વાર્તા ઇમામે તમે મારા વામૈટભ્ય ૨ . . - Haribhadra, op. cit., v. 48. 5. નવાળી તથા પુષ્ય પાપનાશવકુંવર ! बन्धश्च निर्जरामोक्षौ नव तत्त्वानि तन्मते ।। ---Haribhadra, op. cit., v. 47. Cf. also Kundakundācārya, Pancastikāyasära, v. 108. 6. CJ. Stevenson (Mrs.), pp. cil., pp. 299-3ll, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy