________________
મહાવીર અને તેમનો સમય નવનદને આશય છે. તેમ છતાં ઈ. સ. પૂર્વ ૪૮૦ થી ૪૬૭ ને કાળગણનાનો સમય જે આપણે મહાવીર નિર્વાણના સમય તરીકે મૂકે છે તે આજ સુધીમાં જે પૂરાવા મળ્યા છે તેમાંથી પ્રાચીન ભારતીય ઈતિહાસની રચના કરવાના આપણુ પરિશ્રમનું ફલ છે તેમજ શકય પ્રમાણેથી કાંઇક વિશેષ મેળવવાને શુદ્ધ ઉદ્દેશ છે. આથી વિશેષ સત્ય નિર્ણયને સારૂ પુરાતત્ત્વ સંશાધન આપણને વધારે અનુરૂપ સાધન આપે ત્યાં સુધી આપણે રાહ જોઈએ તે જ સંતોષપ્રદ છે.
પ્રભુ મહાવીરના સુધારેલ જૈનસંપ્રદાય અથવા જૈનધર્મને વિચાર કરતાં આપણને જણાય છે કે તે વિષે પણ વિસ્તારપૂર્વક વિવેચન કરવું શક્ય નથી. આ પુસ્તકના મર્યાદિત ક્ષેત્રમાં જે કાંઈ થઈ શકે તે એ છે કે તેના મુખ્ય લક્ષણો અને મનુષ્યના આધ્યાત્મિક જીવન અંગેના સામાન્ય વિષયે, પ્રશ્નો અને ગુંચવણનો ઉકેલ વિચારવા પૂરતું છે. ચિંતન એ તત્ત્વજ્ઞાનને જીવંત આત્મા છે. પ્રાથમિક તાત્વિક ચિંતન જગતની ઉત્પત્તિના પ્રશ્નમાં અટવાય છે અને કર્મનો સિદ્ધાંત પ્રતિપાદન કરવા પ્રયાસ થાય છે. આસ્તિકતાને આપણે એમ અર્થ કરીએ કે કઈ શાશ્વત સર્વોપરિ ઈશ્વર સર્વ વસ્તુઓના કર્તા અને પ્રભુ છે તે એ દષ્ટિએ જૈનધર્મ નાસ્તિક ગણુય. “જૈનધર્મના નાસ્તિકત્વને અર્થ એક દૈવી સર્જકાત્માના અસ્તિત્વને નિષેધ છે જેને સર્વશકિતમાન ઈશ્વરને માનતા નથી, પણ તેઓ શાશ્વત અસ્તિત્વ, સર્વવ્યાપી જીવન, કર્મના સિદ્ધાંતની અટળતા અને મેક્ષ માટે સર્વજ્ઞતાની આવશ્યકતા સ્વીકારે છે.
જેનોને વિશ્વઉત્પત્તિના આદિકારણને પ્રશ્ન ઉકેલવાની જરૂર જણાતી નથી. તેઓ બુદ્ધિગમ્ય આદિકારણના અસ્તિત્વને સ્વીકારતા નથી, અને શૂન્યમાથી અથવા અકસ્માતમાંથી ઉદ્દભવતા સર્જન સિદ્ધાંતની ઉપેક્ષા કરે છે. એક જૈન વિચારકને મન પ્રકૃતિના સિદ્ધાંતનું વ્યવસ્થિત કાર્ય એ કે અકસ્માત કે પ્રારબ્ધમાંથી ઉદભવી શકે નહિ; તેમજ એક અનુત્પન્ન ઈશ્વર એકાએક ઉત્પાદક કેમ બની શકે તે તેની કલ્પનામાં પણ આવી શકે નહી. આચાર્ય જનસેન પૂછે છે કે, “જે ઈશ્વરે જગત બનાવ્યું તે તે બનાવવા પહેલાં ઈશ્વર ક્યાં હતો? જે તે ખાલી જગ્યામાં ન હતું તે જગતને
1. Hopkins, op. cit., pp. 285-286. "Their only real gods are their chiefs or teachers, whose idols are worshipped in the temples."-Ibid.
2. વાર્તાસ્તિ વત્ જ્ઞાતઃ સ જૈવ स सर्वगः स स्ववशः स नित्यः ।
મઃ કુવાવિન્દ્રના પુ
स्तेषां न येषामनुशासकस्त्वम् ॥ ६ ॥ Hemacandra, Syādvādamañjari (ed. Motilal Ladhaji), v. 6, p. 24; see ibid., pp. 14 ff.
3. Radhakrishnan, op. cit., i., p. 289. C. also Vijayadharmasūri, Bhandarkar Commemorative Volume, pp. 150-151.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org