SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ઉત્તર હિંદરતાનમાં જૈન ધર્મ. અને વિદેહે હતા ન હતા થઈ ગયા હતા. આજ અરસામાં ગંગાને પ્રદેશમાંથી આર્યો બહાર નીકળી આવ્યા અને તેમણે ભારતના છેક દક્ષિણ પ્રદેશ સુધી હિંદુરા સ્થાપ્યાં અને પિતાનાં નવાં રાજ્યમાં પિતાની જ્વલંત સંસ્કૃતિને પ્રચાર કર્યો. આ સમય ભારતમાં ધર્મોના ઉત્કર્ષ માટે પ્રસિદ્ધ છે. “ચંદ ઐદ સદીઓથી જે પ્રાચીન ધર્મનું આર્ય લેકે પાલન અને પ્રચાર કરતા આવ્યા હતા તે વિવિધ રૂપે વિકૃત થઈ ગયું હતું. તેમજ એક ભારે પરિવર્તનના મંડાણ જોવાનું ભારતને ભાગ્યમાં હતું. ભલે પછી તે સારા માટે હો કે નરસા માટે, પરંતુ ભારતને હિંદુધર્મમાં ભારે કાંતિ જેવાનું નિર્માયેલું હતું. “ધર્મના ખરા સ્વરૂપને બદલે માત્ર રૂપાંતર જોવામાં આવતું હતું. ઉત્તમત્તમ મનાતા સામાજિક અને નૈતિક નિયમે જાતિભેદના સડેલા તફાવતથી, બ્રાહ્મણના ખાસ હકથી અને શુદ્રો માટેના ઘાતક નિયમોથી છિન્નભિન્ન થઈ ગયા હતા. આવા ખાસ પ્રતિબંધક હકે બ્રાહ્મણને પણ સુધારી શકે તેમ ન હતું, એક કેમ તરીકે તેઓ લેભી, લાલચુ, અજ્ઞાન અને દંભી બન્યા હતા, તે એટલે સુધી કે બ્રાહ્મણસૂત્રકારોને પણ બહુજ સખ્ત શબ્દોમાં આ બદીને વડી કાઢવી પડી હતી.” - આર્ય લોકોમાં ગુરુસંસ્થા પાછળથી ઘુસી ગયેલી તે તે નિર્વિવાદ છે. જોકે હવૂદ કે જે આર્ય સંસ્કૃતિને પ્રાચીનતમ ગ્રંથ છે તેમાં બ્રાહ્મણ શબ્દ વપરાય છે, પરંતુ તેને અર્થ ધાર્મિક ગીતને ગાનારાઓ” એમ થાય છે. આ સમયમાં તેઓ ધાર્મિક ક્રિયાકાંડ કરાવનાર તરીકે ઓળખાવા લાગ્યા; જેમ સમય જતે ગમે તેમ આ કાર્યનો અધિકાર વંશપરં પરાગત ગણાવા લાગે અને ધીમે ધીમે તેમને દરજે ઉચ્ચ મનાતે ગયે. તેમના દંભ વધતા ચાલ્યા, પરંતુ હજી તેઓ પોતાની જુદી જાતિ બનાવી શકયા ન હતા. ઈરાનીઓથી છુટા પડ્યા પછી સિંધુ નદીના મુખ પાસેની સાત નદીઓ કે જ્યાં તેઓ શરૂઆતમાં વસ્યા હતા ત્યાંથી આર્યો આગળ વધ્યા ન હતા, ત્યાં સુધી આ સ્થિતિ હતી. પરંતુ આર્યોના સાત નદીના દેશથી દક્ષિણ પૂર્વ પ્રદેશ તરફ પ્રયાણ અને ગંગા તથા યમુના નદીના પટ પર વસવાટ થતાંની સાથેજ વૈદિક ધર્મ બ્રાહ્મણ ધર્મ યા તો બ્રાહ્મણને ધર્માધિકારને જન્મ આપ્યો. 1 Dutt, of, cit., p. 340. 2 Ibid., p. 341 ; see also“ (Brahmans ) who neither study nor teach the Veda nor keep sacred fires become equal to Stedras ".-Väsishtha, iii., 1. Cf. Bühler, S. B. E., xiv., p. 16. 3 Griffith, The Hymns of the Rigveda, ii., pp. 96, 97, etc. (2nd ed.). 4 Cf. Tiele, Outlines of the History of Religion, p. 115. 5 "In course of time the priest's connection with the sovereign appears to have assumed permanency, and probably become hereditary. "-Cf. Law, N. N., Ancient Indian Polity, p. 44. 6. "It is not so easy to trace the relations between Brahmarshidesa and the earlier Aryan settlements in the land of the Seven Rivers."-C. H. I. i., p. 51. 7 Cj. Tiele, op. cit., pp. 112, 117. “The language of the Rigveda, the oldest form of Vedic Sanskrit, belongs to the country of the Seven Rivers. The language of the Brahamanas and of the later Vedic literature in the country of the Upper Jumna and Ganges (Brahmarshidesa) js transitional,”—C. H. I, i, p. 57. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy