SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર પહેલાંને જૈન ધર્મ. બીજી તરફ ૩૦ ખુલર અને 3યાકેબીર જેવા કેટલાક જર્મન વિદ્વાનોએ, એચ. એચ. વિલસન લેસન અને બીજાઓએ આગળ ધરેલી દલીલનું ખંડન કર્યું છે. ડૉ. યાકેબી કહે છે કે “મહાવીરના સુધારા પહેલાના જૈન ધર્મ વિષેની કેટલીક વિગતે એટલી બધી ચોક્કસ છે કે તે વિશ્વસ્ત આધાર પરથી લીધેલી હોવાનું માન્યા સિવાય ચાલી શકે તેમ નથીઅને તેથી આપણું અનુમાન સાચું છે કે મહાવીર પહેલાં નિર્ચા અસ્તિત્વમાં હતા; હવે પછીના ભાગમાં આપણે આ વિષે યોગ્ય દલીલથી પ્રકાશ પાડીશું.” આપણા સમયને વિચાર કરીએ તે ડૉ. બે વેલકર, ડૉ. દાસગુપ્ત અને ડૉ. રાધાકૃષ્ણ જે ભારતીય તત્વજ્ઞાનના ત્રણ મહાન લેખકે છે તેમજ શાન્ટિયર, ગેરિનેટ,૧૦ મઝમુદાર, ફેઝર, ઇલિયટ,૩ પુસિન૧૪ અને એવા બીજા ઇતિહાસવેત્તા અને પંડિતે બધા એકજ મત ધરાવે છે. ડૉ. બેલકર જણાવે છે કે “સાંખ્ય, વેદાંત અને બૌદ્ધ જેવાં વધારે બહાર આવેલાં આધ્યાત્મિક દર્શન અને જૈન ધર્મને સમકાલીન મૂળધર્મ તરીકે ગણવામાં નીતિશાસ્ત્ર અને આત્મવિદ્યાની દષ્ટિએ એને યોગ્ય ન્યાય મળે નથી. તેનું કારણ એ જણાય છે કે મહાવીરે પિતાના દર્શનનું અસ્તિત્વ પ્રાચીન પુરૂ પાસેથી વારસામાં મેળવ્યું હતું અને તેમણે પછીની પ્રજાને લગભગ તેમનું તેમ આપ્યું હતું.”૧૫ ઉત્તરાધ્યયન સૂત્રની વિદ્વત્તાભરી પ્રસ્તાવનામાં ડૉ. શાપેન્ટિયર લખે છે કે “આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે જૈન ધર્મ મહાવીર કરતાં જરૂર પ્રાચીન છે, તેમના પ્રસિદ્ધ પુરોગામી પાર્શ્વનાથ ઐતિહાસિક પુરૂષ થઈ ગયા છે અને તેથી મૂળ સિદ્ધાંત મહાવીરના પહેલાં ઘણા સમયે રચાયાનું સાબિત થાય છે.”૧૬ છેવટને પણ અતિ મહત્વનો ઉલ્લેખ ડૉ. ગેરિનેટને છે તે એ છે કે પાર્શ્વનાથ ઐતિહાસિક વ્યકિત થઈ ગયા છે તેમાં શંકા છેજ નહિ. જૈન માન્યતા પ્રમાણે તે સો વર્ષ જીવ્યા હોવા જોઈએ અને મહાવીર પહેલાં અઢી વર્ષે તેમનું નિર્વાણ થયું જણાય છે અને તેથી તેમને સમય ઈ. સ. પૂર્વે આઠમી સદીને ગણી શકાય. મહાવીરના માતપિતા પાર્શ્વનાથના ધર્મના અનુયાયી હતા.”૧૦ 1. Bühler, The Indian Sect of the Jainas, p. 32. 3. Wilson, op. cit., i., p. 334. 5. Jacobi, I. A., ix., p. 160. 7. Dasgupta, op. cit, p. 173. 9. Charpentier, C. H. I, i, p. 158. 11. Mazumdar, op. cit., pp. 262 ff. 13. Elliot, Hinduism and Buddhism, i., p. 110. 15. Belvalkar, op. cil., p. 107. 17. Guérinot, op. and loc. cit. 2. Jacobi, S.B.E, xlv, p. xxi. 4. Lassen, J. A., it., p. 197. 6. Belvalkar, The Brahma-Sntras, p. 106. 8. Radhakrishnan, op. cil., p. 281. 10. Guèrinot, Bibliographic Jaina, Int., p. xi. 12. Frazer, Literary History of India, p. 128. 14. Poussin, The Way to Nirvana, p. 67. 16. Charpentier, Uttaradhyayana, Int., p. 21. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy