SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર જે ફળે તે ડાહ્યો એ જે દુનિયાનો નિયમ હોય તો ઉત્તર હિંદમાં બુદ્ધધર્મની જેમ જૈનધર્મ ઊંડાં મૂળ નાખી શક્યો ન હતો અને હિંદી ઇતિહાસમાં જૈન સમય જેવું કાંઈ જ નથી તેને યોગ્ય પ્રતિકાર એટલો જ છે કે જૈનધર્મ ઉત્તરમાં પિતાના સંખ્યાબંધ પ્રતિસ્પધઓ સામે ટકી શક્યો છે. આવી માન્યતા ધરાવતા વિદ્વાનને માનપૂર્વક આપણે કહી શકીએ કે આગલાં પાનાઓમાં ઉત્તર હિંદમાં જૈનધર્મનું જે કંઈ અલેકન થયું છે તે આની સામેને પ્રબળ પૂરાવે છે. ઉત્તર હિંદના જૈનધર્મની પ્રાચીનતાને સમય ગમે તે હોય, તેમ છતાં પણ ઈ. સ. પૂર્વ ૮૦૦ યા પાર્શ્વના સમયથી માંડી સિદ્ધસેન દિવાકર દ્વારા ઈસ. ની શરૂઆતમાં વિક્રમના જૈનધર્મ સ્વીકારના તેમ જ કાંઈક અંશે કુષાણ અને ગુપ્ત સમયે દરમિયાનના સમગ્ર ગાળામાં જૈનધર્મ એ મહાન પ્રભાવિક ધર્મ હતો તેની કઈ પણ ના પાડી શકે તેમ નથી. આ હજાર ઉપરાંત વર્ષના યશસ્વી સમય દરમિયાન ઉત્તરમાં એ કેઈ ના મેટે વંશ કે જાતિ ન હતાં કે જે એક યા બીજી રીતે જૈનધર્મની અસર નીચે ન આવ્યાં હોય. અહીંતહીંના ઐતિહાસિક અગત્યના કેટલાક મુદ્દાઓ બાજુએ મૂકતાં આ ગ્રંથમાંનું દરેક પ્રકરણ એવી સામગ્રી રજુ કરે છે કે જેની શોધખોળ થઈ ચૂકી છે અને જેના પર અનેક અભિપ્રાયે નોંધાયા છે. અમારા આ નમ્ર પ્રયત્નને ઉદ્દેશ જૈનધન પર એક ચર્ચાસ્પદ મહાન ગ્રંથ રચવાનો નથી પણ આમ ઓછા કે વત્તા અંશે વિશ્વસ્ત વિદ્વાનના પરિશ્રમનાં પરિણામે વ્યવસ્થિત રીતે ગૂંથી જૈન સિદ્ધાંતની વાચના સમય પહેલા એક મનનીય ગ્રંથ રચવાનો છે. આ હેતુની સાધનામાં જે કંઈ અનુમાન યા તર્કો કર્યા હોય તેને તેમ ગણવા અને ઐતિહાસિક શાળા તરીકે તેને સ્વીકાર કરે નહિ. બન્યું ત્યાં સુધી વીગતમાં ઉતર્યા જ નથી, તેમ છતાં પણ ઉત્તર હિંદના જૈન ધર્મના આ કાળ કે જે તેની સત્તાને મધ્યાહ્ન કાળ હતો તેની મુખ્ય બાબતે અને આવશ્યક મુદ્દાઓ પ્રકાશમાં લાવવા જ્યાં વસ્તુને વારંવાર મૂક્યા વિના ચાલી શકે તેમ ન હતું ત્યાં તે વારંવાર મૂકી પણ છે. તેમ છતાં પણ, જ્યાં સુધી સંખ્યાબંધ જૈન શિલાલેખો અને હસ્તલિખિત ગ્રંથે જે ઉત્તરમાં દરેક જગ્યાએ હસ્તી ધરાવે છે તેને સંગ્રહ કરવામાં ન આવે અને તેના અનુવાદ કરાવવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં ન આવે તેમ જ શિ૯૫ના અવશે માટે કોઈ પણ જના કરવામાં ન આવે અને તેને લગતા આંકડા મેળવવામાં ન આવે, ત્યાં સુધી ઉત્તરમાં જૈનધર્મની સત્તા અને વિસ્તાર તેમ જ તેના અસ્તિત્વસમયના સંજોગો વિષે નિર્ણયાત્મક અનુમાન કલ્પનાતીત છે. આ કાર્ય ઉપાડી લેવા જેવું છે, અને જે તે સંપૂર્ણ રીતે યશવી નીવડે તે હિંદી પ્રજાના ધાર્મિક અને કળાવિષયક ઇતિહાસનાં આજે શક્ય છે તેવા આપણાં આછાં સાધનેમાં એક કીમતી ઉમેરે થશે. 1. CJ. Smith, Oxford History of India, p. 55. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy