________________
ઉત્તરીય જૈનળા
૨૩૧
આ શિલ્પકળાના નમૂનાઓમાં એક તો ખાસ કરીને પુરાતત્ત્વવિષયક રસ ધરાવે છે. એ તારણ છે જેમાં એ સુપર્ણા (અ મનુષ્ય અને અધ પક્ષી) અને પાંચ કિન્નરો દ્વારા થતી સ્તૂપની પૂજા કાતરેલી છે. બૌદ્ધ શિલ્પમાં માનનીય પુરુષો જેમ પાઘડી પહેરે છે તેમ પાંચે આકૃતિઓએ પાઘડી પહેરી છે. ડૉ. બુહલર લખે છે કે “આવા સામ્ય ધરાવતા દેખાવ સાંચિના શિલ્પમાં આવે છે કે જ્યાં સુપર્ણો સ્તૂપની પૂજા કરે છે. પરંતુ એ નોંધવું જરૂરી છે કે સાંચીની આકૃતિ ગ્રીક રાક્ષસી પ્રાણીઓના જેવી છે જ્યારે આ શિલાની આકૃતિએ એસિરિયન તથા ઈશનના શિલ્પ અનુસાર પાંખાળી આકૃતિની પરંપરા પ્રમાણે બનાવેલી છે. ગુપ્તાના સિક્કાપરની સુપર્ણાના રાજા ગરુડની આકૃતિ એ બ્રાહ્મણુશિલ્પના નમૂના છે કે જે આની સાથે સરખાવી શકાય. ગયા અને અન્ય બૌદ્ધ સ્મારક પર કિન્નરની આકૃતિઓ જોવામાં આવે છે જે ઘણું કરીને ગ્રીક નમૂના પ્રમાણેની છે. આ શિલાપરની આકૃતિની લાક્ષણિકતા એ છે કે વૃક્ષની એક શાખા મનુષ્યના દેહ અને ઘેાડાની જંઘાની સંધિને હાંકે છે. પુરાતત્ત્વવિશારદ એવા મારા મિત્રાપાસેથી મેં જે જાણ્યું છે તે પરથી મને લાગે છે કે ગ્રીક શિલ્પમાં આવા નમૂનાઓ ખાસ કરીને નથી.’’૪
તેની પાછળની આકૃતિએ લેતાં તે તારણના ભારેાટીયામાં વરઘોડાના કેટલાક ભાગ આવેલા છે જેમાં તીર્થયાત્રાએ જતા દૃશ્યનું સૂચન છે. તેમાંની ગાડી આજના શિગરામને મળતી આવે છે અને સારથિના હાથમાં ઉંચા કરેલા પરાણા છે જે આજની માફ્ક વચ્ચેની ઉધ ઉપર બેઠેલા છે. કેટલાક પ્રાણીઓના સાજ ખરાબર સાંચિના શિલ્પના જેવા છે, પરંતુ તેમાં તેવાં ગાડાંઓ જણાતાં નથી; પણ તેના બદલે ઘેાડાથી હુંકાતા ગ્રીક દેખાવનાપ રહ્યા છે.
છેલ્લા શણગારેલ પથ્થરના ટુકડા લેતાં, તેની ઉપરની બાજુ પર મહાવીરના ગર્ભનું અપહરણ કરતા નેમેસનું ચાતુર્ય અને ઊલટી ખાન્ત્પર તે ચાતુર્યથી ખુશ થઈ નાચતી તથા ગાતી સ્ત્રીપ્રતિકૃતિઓ દર્શાવેલી છે; અહીં પણ આપણે જોઇએ છીએ કે ધાર્મિક તથા નૈતિક કથાઓને પ્રખ્યાત કરવા માટે હિંદી કળાકાર પોતાની સ્વતંત્રતા પૂરી વાપરવા અચકાયે નથી. જે સમયે સાધુવર્ગ તથા રાજદરબારી વર્ગને કળાકારની સેવા જરૂરની હતી તે સમયે મથુરાના શિલ્પી ખૂબ જ સંતોષકારક કળાની આકૃતિએ તૈયાર કરવામાં સફળ થયા હતા. ખાસ કરીને જ્યારે કોઈ પ્રસિદ્ધ વાત કે દંતકથા આલેખવા તેને સૂચવવામાં આવ્યું હાય છે ત્યારે તે પ્રમાણ તથા હાવભાવમાં પરંપરાગત શૈલીના ઘણી જ સારી રીતે ઉપયેગ કરે છે, અને તેમાં સામ્ય પેદા કરવા પેાતાની સર્વ શક્તિ સમર્પણ કરે છે.
1. Cf. Fergusson, op. cit., Plate XXVII, Fig. 1.
2. Cf. Fleet C.I.., iii., Plate XXXVII; Smith, J.A.S.3, lviii., pp. 85 ff., Plate VI.
3. "No other example is known of a leaf being used to mask the junction between the human and equine bodies in the centaurs.”—Smith, History of Fine Art ie India and Ceylon, p. 82.
4. Biihler, op. cit., p. 319.
5. Fergusson, op. cit., Plate XXXIII; ibid., Plate XXXIV, Fig. 1.
6. Bühler, o. and loc. cit.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org/