SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરીય જૈનકળા ૨૨૭ દર્શાવે છે. કેટલેક પ્રસંગે તેઓએ નકલ કરવાના સફ્ળ ચાતુર્ય દ્વારા વગર વિચાર્યે સ્વેચ્છ નમૂનાઓની નકલ જ કરી છે. સામાન્ય દૃષ્ટિએ વિચારીએ તો તેમણે બહુ જ વધારે કર્યું છે. મ્લેચ્છ કળામાંની આકૃતિઓ, વસ્ત્રા, ભાવના આદિ સ્વીકારીને તેઓએ ગ્રીક પ્રભા, સૌંદર્ય, સુસંગતિ તથા કૌશલ્ય આદિના ઉમેરા કર્યાં છે કે જેણે તેના હાર્દ અને માનુષતામાં ઘટાડો થવા દ્વીધા વિના પ્રાચીન કળાને ઉચ્ચ શિખરે પહોંચાડી છે.”૧ હિંદી કળામાં આ પરદેશી તત્ત્વાના સમાવેશ તથા હિંદી કળાના વિદેશીઓએ કરેલા સ્વીકાર એ બન્ને બહારની દુનિયા સાથેના હિંદી રાજકીય તથા વ્યાપારી સંબંધને આભારી છે. આથી કરીને જ આજે ભોગેલિક હિંદ જુદી જુદી જાતિઓનું નિવાસસ્થાન છે કે જેમની કળાના આદશેf, ધર્મની માફ્ક સામ્ય ધરાવતા ન હેાવાથી જુદા પડે છે; અને જેમાંના કેટલાક તો પાછલા ઐતિહાસિક સમય સુધી આવેલા અને જેમણે સર્જન કળાના પરદેશી તત્ત્વો દાખલ કરેલા જે મૂળ પરદેશીઓની માફ્ક જ અહીં મળી ગયા છે અને મૌલિકતા સિદ્ધ કરી છે. તેમ છતાં પણ એયુઝના મતે, હવા અને બીજા કારણે હિંદુ સાથે ખાસ સંબંધ ધરાવતા દેશેામાંથી કળા વિષે ભાગ્યે જ કંઈ રસપ્રદ ખાખતા જાણવા મળી શકે છે અને તેથી કળાવિધાનનું આપણું જ્ઞાન હવા અને ધર્માંધતાના ઝનૂન સામે ટકી રહેલાં અવશેષ પર આધાર રાખે છે.' ર મથુરા શાખાની બાબતમાં સામાન્ય પ્રાસ્તાવિક નોંધ કર્યા પછી આપણે કંકાલી ટીલા પરના જૈન શિલ્પના નમૂનાઓના અભ્યાસ કરીશું. અને કળાદેવી પોતાના ભકતા પાસેથી જે નિર્વિવાદ તન્મયતા માગે છે તે જૈન કળાવિદોએ કેટલા પ્રમાણમાં સાધી છે અને મ્લેચ્છ તત્ત્વનું શુદ્ધ સમીકરણ કરવામાં તેમની કુશળતા કેટલી સફળ થઈ છે એ આપણે જોઈશું. મથુરાના શિલ્પના જે થોડા નમૂનાપર આપણે વિચાર ચલાવવાના છીએ તેમાં આપણે પ્રથમ વધારે રસપ્રદ અને સુંદર આયાગાને વિચાર કરીશું. ડૉ. બુહલર કહે છે કે “ આયાગપણ એ એક વિભૂષિત શિલા છે કે જેની સાથે જિનની પ્રતિકૃતિ યા અન્ય કોઈ પૂજ્ય આકૃતિ જોડાએલી હોય છે. તેનો અર્થ · પૂજા યા અર્પણુની તખતી ’ કરી શકાય કારણ કે અનેક શિલાલેખામાં દર્શાવ્યા મુજબ ‘અર્હુતાની પૂજા' માટે આવી શિલાઓ મઢિામાં રાખવામાં આવતી હતી’......જેનામાં તે લોકપ્રિય થતાં પ્રાચીન કાળમાં જ અટકી પડી કેમકે તે ઉપરના શિલાલેખા જૂની લિપિ સ્પષ્ટ દર્શાવે છે અને તેના ઉપરની તારીખ જણાતી નથી. ’૩ પ્રાચીન જૈન કળામાં આયાગપટા સિવાય બીજું કંઈ નથી એમ નથી; પરંતુ તે તેનું મુખ્ય લક્ષણ છે. સામાન્યતઃ આવા સુંદર પટેાના સર્જનમાં જૈનશિલ્પના મુખ્ય ઉદ્દેશ 1. Barnett, Antiquities of India, p. 253. 2. Andrews, oh, cil., Int., p. 12, 3. Bihler, E.I., ii., p. 314. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org/
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy