________________
ઉત્તરીય જૈનકળા
૨૨૫
માફક જેનામાં એટલી બધી પ્રચલિત ન હતી, અને એટલું તેા ચાક્કસ છે કે થાડા સમય પછી તુરત જ તે પ્રથા બંધ થઈ હતી. મથુરાના વેદ્ર સ્તૂપ કે જે વિષે આપણે આગળ જોઈ ગયા છીએ અને જે દેવાથી બંધાયેલા હતા તે ઉપરથી આપણે એટલું તે નિશ્ચિત કરી શકીએ કે સ્તૂપ-પૂજા જેનેામાં પણ ચાક્કસ પ્રચાર પામી હતી.
આ માન્યતાનું મુખ્ય કારણ એ છે કે “ પ્રાથમિક સ્તૂપો કોઈ મુખ્ય ધર્મનેતાની રાખ પર માટીના ઢગલા રૂપે જ હતા, અને તેના રક્ષણ માટે ચાર ખાજુ લાકડાની વાડ કરવામાં આવતી હતી. પાછળથી માટીના ઢગલાની આજુબાજુ ઈંટ તથા પથ્થર નંખાયા અને લાકડાને બદલે પથ્થરની વાડ થઈ.”૧ મથુરાના વાઢ તથા બીજા સ્તૂપાના દેખાવ પરથી તે તેવા પ્રાથમિક રૂપમાં નથી એમ જણાય છે. ત્યાં આપણે લાકડાની વાડને બદલે પથ્થરની જોઈ એ છીએ અને આ ઉપરાંત તેના બાહ્ય ભાગ પર ખૂબ શણગાર કરવામાં આવ્યેા છે.
२
બીજો મુદ્દો જૈનાના મૂર્તિવિધાનને છે. હાથીશુંકા શિલાલેખ પરથી આપણે જોયું છે કે નંદાના સમય જેટલા પ્રાચીન કાળમાં પણ જેનામાં તેએના જીનની મૂર્તિએ હતી. મથુરાનાં અવશેષો આ વાતને ટેકો આપે છે કે ઇન્ડાસાઇથિક સમયના જેનેએ એક પ્રાચીન મંદિરમાંથી કોતરકામમાટે તેનાં અવશેષોનો ઉપયેગ કર્યા હતા. સ્મિથના મતે આ વિગત એટલું તે પૂરવાર કરે છે કે ઈ. સ. પૂર્વે ૧૫૦ માં મથુરામાં જૈન મંદિર હતું. આ ઉપરાંત જૈનાના દંતકથાવિષયક સાહિત્યમાંથી આપણે જોયું છે કે મહાવીરના સમયમાં પણ તેમના પિતા અને તે સમયના જૈનસંઘ તીર્થંકર પાર્શ્વની પૂજા કરતા. જૈનામાં મૂર્તિપૂજા ચેાક્કસ ક્યારે દાખલ થઈ તે પ્રશ્નસાથે આપણા વિષયને વિશેષ સંબંધ નથી તેપણ આટલું તે ચાક્કસ જણાય છે કે તે મહાવીરના સમયથી એક યા બીજા રૂપમાં અસ્તિત્વ ધરાવે છે.
જૈનાના મૂર્તિવિધાન સાથે આપણને ખાસ સંબંધ હેઈ તે વિષે આપણે વિચારીએ. પૂજાની મુખ્ય વસ્તુ તે ચાવીસ જીનયા તીર્થંકરો છે, પરંતુ મહાયાન બૌદ્દાની માફક જેના પણ હિંદુ દેવાના સ્વીકાર કરે છે અને તેઓએ તેમના તીર્થંકરના જીવન વૃત્તાંત સાથે સંબંધ ધરાવતા ઈંદ્ર અથવા શક્ર, ગરુડ, સરસ્વતી, લક્ષ્મી, ગાંધા, અપ્સરાએ આદિ કે જે ભવનાધિપતિઓ, વ્યંતરા, જ્યોતિષ્ઠા અને વૈમાનિકા એ ચાર વર્ગામાં વહેંચાયેલા છે તે બધાને તેમના શિલ્પમાં પણ સ્થાન આપેલું છે. આગળ દર્શાવ્યા મુજબ તીર્થંકરે લાંછન ચા ચિન્તુથી આળખાય છે જે મૂર્તિની નીચે આપવામાં આવે છે. આપણે જોયું છે કે એરિસાની એક કરતાં વધારે ગુફાઓ લાંછનવાળી તથા કોતરેલા આકારની બેઠેલી ફ્રેન તીર્થંકરોની મૂર્તિઓ માટે વિખ્યાત છે. જૈન તીર્થંકરાની આ પ્રમાણેની મૂર્તિએ મથુરાનાં અવશેષોમાં પણ મળે છે અને એક વર્ગ તરીકે તે જૈન તીર્થંકરાની દિગંબર માન્યતા
1, Cousens, Architectural Antiquities of Western India, p. 8.
2. Smith, The Jaiva Stripa and other Antiquities of Mauva, Int., p 3.
3. Cf. Bihler, Indian Sect of the Jainas, pp. 66 ff.
૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org