________________
ઉત્તરીય જૈનકળા
૨૨૩ આમ અસ્તિત્વ ધરાવતા પ્રાચીન જૈન શિ૯૫ના નમૂનાઓ બતાવે છે કે અન્ય જાતિઓની માફક, જૈનોએ પણ પિતાના સાધુઓના વસવાટ માટે ગુફાઓ યા ભિક્ષુગ્રહ કેતરાવ્યાં હતાં, પરંતુ તેમના સંપ્રદાયની વાસ્તવિક જરૂરિયાત પૂરતી તેમના બાંધકામના પ્રકાર પર અસર થયેલી હતી. સામાન્ય રૂઢી તરીકે જૈન સાધુઓ મોટા સમૂહમાં રહેતા ન હતા અને સાથે સાથે તેમના ધર્મના સ્વભાવને લઈને બુદ્ધ ચૈત્યોના જેવા વ્યાખ્યાનમંડપની તેમને જરૂર ન હતી. આગળ દર્શાવ્યા મુજબ જૈન સંપ્રદાયની અનેક પ્રાચીન ગુફાઓ પૂર્વમાં ઉદયગિરિની ટેકરીમાં છે, અને તે પછીની પશ્ચિમ તરફના ખંડગિરિમાં છે. “તેના દેખાવની ભવ્યતા, શિલ્પની લાક્ષણિકતા અને સ્થાપત્યની વિગતે તેમ જ તેની પ્રાચીનતા એ સર્વ તેના કાળજીભર્યા અભ્યાસની અપેક્ષા દર્શાવે છે.”
શિલ્પકળાની દષ્ટિએ નહિ તે પણ પુરાતત્ત્વની દષ્ટિએ ઉદયગિરિમાંની હાથીગુફા આપણું ધ્યાન પ્રથમ આકર્ષે છે; એ એક મહાન કુદરતી ગુફા છે. તેની ઉપરની પાંખ લેખમાટે સાફ કરાવી હોય તેમ જણાય છે. લેખસંબંધમાં તો આપણે વિસ્તારથી ચર્ચા કરી છે. જેકે જેમ તે આજે ઉભી છે તે દૃષ્ટિએ તેમાં શિલ્પની વિશિષ્ટતા બહુ જ થેડી જણાય છે તોપણ એટલું તે ચક્કસ છે કે તે કુદરતી ગુફા હોવા છતાં તેના પરની નેંધની અગત્યતા તપાસતાં હાથિગુંફ એક મહત્ત્વની ગુફા હેવી જોઈએ. કારણ કે ખડકમાંથી મંદિર કે ગુફા કેરી કાઢવાની ભાવના શાશ્વત પુણ્યની આકાંક્ષામાંથી ઉદ્દભવે છે અને તેવાં સ્મારક કઠણ ખડક પર જ ઊભાં કરી શકાય; કેમ કે તે સ્મારક કાયમ રહે ત્યાંસુધી તેનું પુણ્ય મળે છે. આ ઉપરાંત હાથીગુંફને કળાની દૃષ્ટિએ વિસ્તૃત બનાવવામાં અને સુધારવામાં આવી હતી તે વાત સિદ્ધ થાય છે. કારણ કે સામાન્ય નિયમ તરીકે ગુફા કરનારાઓ તેઓના કામની સરળતા માટે કુદરતી કેતરે કરતાં ફાટ અને ચિરાડોથી મુક્ત એવા નક્કર ખડકવાળી ટેકરીઓ પસંદ કરતા હતા. આનું કારણ એ છે કે કુદરતી કોતર એ પિલે ખડક હોય છે જેના કટકાઓ ગમે ત્યારે થઈ જાય અને તેમાં રહેવાનું ભયભરેલું થઈ પડે.
આગળ દર્શાવ્યા મુજબ કળાની દષ્ટિએ ઉદયગિરિ ટેકરી પરની રાનિ અને ગણેશ ગુફાઓ રસપ્રદ છે. આ બન્ને કેવાળવાળી બે માળની ગુફાઓ છે જેની ઉપર અને નીચેની પરસાળમાં નાના દરવાજા છે. બેમાંની શનિ બધી ગુફાઓમાં સૌથી વધારે મોટી તથા સુંદર રીતે શણગારાયેલી છે અને તેમાંના ભવ્ય નકશીદાર કેવાળા મનુષ્ય સંબંધી હીલચાલનાં દ્રશ્યો રજુ કરે છે. આ કેતરકામનાં દશ્ય તથા ગણેશ ગુફામાં ઓછેવત્તે અંશે આવતા તેજ જાતના દેખા જીલ્લા ગેઝેટિયર અને પ્રખ્યાત વિદ્વાન ચકવતી તથા બીજા અભ્યાસીઓના મતે પાશ્વના જીવન પ્રસંગે રજુ કરે છે. આ વસ્તુ પર આપણે આગળ વિચાર કરી ગયા છીએ તેમ જ આ કેવાળાના વિષયેની વિગતવાર ચર્ચા પણ કરી છે.
1. Fergusson, op. cit., ii., p. 9. 2. C. Coomaraswamy, op. cit., p. 38.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org