SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર હિંદનું જૈન સાહિત્ય ૨૧૫ ધર્મદાસ પછી ઉમરવાતિનું સ્થાન છે કે જે શ્વેતાંબર અને દિગંબર બન્ને સંપ્રદાયમાં માન્ય છે. વિન્ટરનિટઝના મતે દિગંબરની માન્યતાનુસાર તેમના વિચાર મળતા નથી. તેથી તેઓ તેમને પિતાનામાંના એક હોવાનો દાવો કરી શકે નહિ. ઉમાસ્વાતિના વિષયમાં આ બાબત કેટલી હદે માનવી તે કહી શકાય તેમ નથી. તેમ છતાં પણ બીજા વિદ્વાનની સાથે પિતાનું અનુમાન બાંધવામાં આ વિદ્વાન સાચો છે અને તે એ કે કદાચ આ આચાર્ય એવા કાળમાં થયા હોવા જોઈએ કે જ્યારે આ બે સંપ્રદાયમાં તીક્ષણ મતભેદ નહિ પડ્યા હોય. આ માન્યતાને જૈનેની તપગચ્છની પટ્ટાવલિ ટેકે આપે છે કે જે મુજબ, વીરના નિર્વાણ પછી ચોથા સૈકામાં થયેલ પ્રજ્ઞાપનાના કર્તા શ્યામાર્ય ઉમાસ્વાતિના શિષ્ય હતા. આથી ઉલટું હિરાલાલના મતાનુસાર “આ પ્રશ્નને ઉકેલ એ છે કે ઉમાસ્વાતિએ બે સંપ્રદાયને લગતા ચર્ચાસ્પદ વિષયને સ્પર્શ કર્યો નથી.૩ આ ઉમરવાતિ વાચક-શ્રમણના નામે પ્રખ્યાત છેઃ તત્વાર્થાધિગમ-સત્રમાંની વેતાંબર કારિકા અનુસાર નાગરવાચકના નામે પણ તેઓ ઓળખાય છે. તેમાં તેઓ જણાવે છે કે પિતે ન્યાયિકામાં જન્મ્યા હતા, પરંતુ કુસુમપુર યા પાટલીપુત્રમાં રહેતા હતા. હિંદુતત્ત્વવેત્તા માધવાચાર્ય તેમને ઉમરવાતિ-વાચકાચાર્ય તરીકે ઉલ્લેખ કરે છે. આ મહાન આચાર્યની રચેલી ૫૦૦ કૃતિઓ કહેવાય છે, જેમાંની માત્ર પાંચ આજે મળે છે. તેમનાં નામો નીચે પ્રમાણે છેઃ (૧) તસ્વાર્થાધિગમ-સૂત્ર; (૨) તે પરનું ભાષ્ય, (૩) પૂજપ્રકરણ; (૪) જંબદ્વીપસમાસ; (૫) પ્રશમરતિ કે જે બંગાલની રૉયલ એશિયાટિક સંસાઈટી તરફથી પ્રગટ થઈ છે તેમાં લખ્યું છે કેઃ “કૃતિઃ સિતારાવાર્થચ મામાસ્વાતિ वाचकस्य इति।" ઉપરના ગ્રંથમાંના તવાધિગમ-સૂત્ર પર તેમની ખ્યાતિ અવલંબિત છે. કેટલાક અમૂલ્ય ગ્રંથરત્ન કે જે કાળને ગ્રાસ બનતાં બચી ગયાં છે તેમાંનું આ એક અતિ કીંમતી છે. જેના આગમ સાહિત્યનું દહન કરી જૈન તત્તે સંસ્કૃત સૂત્રોમાં ગૂંથવાની પદ્ધતિ 1. CJ. Winternitz, op. cit., p. 351 ; Hiralal (Rai Bahadur ), Catalogue of MSS. in C.P. and Berar, Int., pp. vii-ix; Vidyabhusana, op. cit., p. 9. 2. Cf. Klatt, op. cit., p. 251. This account of the Svetāmbara Patļāvali assigns him to centuries before Christ. Arya Mahāgiri, the tenth pontiff after Mahāvīra, dies two hundred and forty-nine years after the latter. He had two pupils, Bahula and Balissaha. The pupil of the latter was Umāsvāti. Cf. ibid., pp. 246, 251. In the Digambara account Umāsvāti is mentioned as the sixth in succession from Bhadrabahu, and as succeeding Kundakundācārya. His date of death is given v. s. 142 or A. D. 85. C. Hoernle, I.A., XX., p. 341. For further information about Umasvati see Hiralal (Rai Bahadur ), op. cit., Int., pp. vii-ix; Peterson, Report on San. MSS., iv., Int., p. xvi; Jaini, S.B.J., ii., Int., pp. vii-ix. 3. Hiralal ( Rai Bahadur ), op. cit., Int., p. ix. 4. Tattvarthādhigama-Sutra ( ed. Motilal Ladhaji), Adhyāyana X, p. 203. 5. CJ. Cowell and Gough, Sarva-Darsana-Samgraha, p. 55. 6. Hiralal, op. cit., Int., p. viii. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy