________________
ઉત્તર હિંદનું જૈન સાહિત્ય
૨૧૧ મૂલસૂત્રોમાંનું બીજું આવશ્યક-સૂત્ર જૈન સાધુ યા ગૃહસ્થના આવશ્યક કર્તવ્યરૂપ છ આવશ્યકની ચર્ચા કરે છે. આ ક્રિયાઓની સાથે ઐતિહાસિક અને અર્ધ ઐતિહાસિક વણને છે કે જે ટીકાઓમાં આપણને વારસામાં મળ્યાં છે. વેબરના મતે “આ વિષયના સંબંધમાં તેમાં મહાવીરના સિદ્ધાંતની ચર્ચા માત્ર છે એમ નહિ પણ તે સિદ્ધાંતને એટલે કે મહાવીરને, તેમના પુગામીઓને, તેના અનુગામી ગણધરને અને તેમના પ્રતિસ્પર્ધા વિન્ડનો ઇતિહાસ પણ આપે છે. નિન્હ કાળાનુક્રમે વર્ણવેલા છે. હરિભદ્ર પ્રાકૃત ગદ્યમાં (કેટલેક પ્રસંગે પદ્યમાં) આ વિષયનાં દૃષ્ટાંતે અને ઉદાહરણો જે મૂળગ્રંથમાં વારંવાર વર્ણવેલા છે તે વિગતવાર નેંધે છે.”૨
હવે બાકીનાં બે મૂલસૂત્રો લેતાં તેમાંનું પહેલું દસયાલિય વિનય અર્થાત જૈનસાધુના નિયમનને સ્પર્શે છે અને ડે. વિન્ટરનિટઝના મતે તે બૌદ્ધોના ઘમ્મપદનું સ્મરણ કરાવે છે. જૈન સિદ્ધાંતના આ સળંગ ગ્રંથના કર્તા મહાવીરની પાટના ચોથા પુરુષ શર્થંભવ યા સજભવ છે. શ્રીમતી સ્ટીવન્સન “સાધુજીવન ગાળતા પિતાના પુત્ર પ્રતિના પ્રેમના
મારક તરીકે આ સૂત્રને ગણે છે, કારણ કે તે સૂત્રની રચના તે આચાર્યના પુત્ર મનકના હિતાર્થે કરેલી છે. છેલ્લા મૂલસૂત્રના સંબંધમાં એટલું કહેવું બસ છે કે તે આગમના પરિશિષ્ટરૂપ છે.
છેવટે જૈન સિદ્ધાંતમાં નંદીસૂત્ર અને અનુગારસૂત્રને વિચાર કરવાનો રહે છે. બન્નેના વિષયે સમાન હોવા છતાં પદ્ધતિમાં બન્ને જુદાં પડે છે. તે ઓછેવત્તે અંશે જ્ઞાનમેષ સમ છે અને પવિત્ર મૂળગ્રંથનું સાચું જ્ઞાન મેળવવા અને સમગ્ર આલેચનાત્મક પદ્ધતિસર માહિતી મેળવવાના સાધનરૂપ છે. આ રીતે ડૉ. વેબરના અભિપ્રાય પ્રમાણે તેના કર્તા પિતાના વાચકને આ સૂત્રોમાં પ્રસ્તાવનારૂપે સિદ્ધાંત પ્રતિપાદન કરે છે. તે વિદ્વાન જણાવે છે કે “આ બે ગ્રંથે તેના માટે સુંદર રીતે જેલા છે કે જે ગ્રંથના સમૂહને પૂર્ણ કરીને કે તેની ટૂંક ને ઉતારીને પવિત્ર જ્ઞાનના ઝરણામાંથી પાન કરવા જીજ્ઞાસ હેય.” જે કે જૈનદંતકથા પ્રમાણે દેવર્ધિગણિ આ બે ચૂલિકાના કર્તા ગણાય છે. તે પણ વેબર અને શાપેન્ટિયરના મતે આ અનુમાન પર આવવા માટે કોઈ પણ બાહ્ય કારણ
1. समण सावएण य अवस्सकायब्वयं हवह जम्हा। अंती अहोणिसस्स य तम्हा आवस्मयं नाम Avašvaka-Satra, p. 53; the six Avasyakas in order are as follows:- The Samãiam, or avoidance of evil deeds; the Cauvisatth), or praise of twenty-four Jinas; the Vandanayam, or veneration of the teachers; the Padikamaṇam, or confession; the Kausagga, or atonement of sins committed by penance and meditation, and the Paccakkhānam, or abstention from food, etc. C. ibid..
2, Weber, op. cit., p. 330, 3 Cf. Winternitz, op. cit., p. 315. 4. Stevenson (Mrs), op. cit., p. 70.
5. C1. Jacobi, Kalba-Satra, p. 118, Klatt, op. cit., pp. 246, 251. For the tradition about the composition of the Daśavaikälika see Hemacandra, Parisishtaparvan, Canto V.
6. C. Weber, op. cit., pp. 293-294; Winternitz, op. and loc. cit. 7. Weber, op. cit., p. 294,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org