SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર હિંદનું જૈન સાહિત્ય ૨૦૫ પાંચમું અંગ ભગવતી એ જૈન સિદ્ધાંતમાં વધુ અગત્યને પવિત્ર મૌલિક ગ્રંથ છે. જૈન ઇતિહાસની દૃષ્ટિએ તેનું સ્થાન અદ્વિતીય છે. પાશ્વ, મહાવીર અને તેમના સમસમીએના સંબંધમાં પહેલાના પ્રકરણોમાં અનેક વાર અને નિર્દેશ કર્યો છે. આ ઉપરાંત જૈન માન્યતાની કેટલીક ગુંચ ઉકેલ પણ આમાં છે, કેઈક ઠેકાણે ઉપદેશરૂપે તે કેઈક ઠેકાણે દંતકથાના સંવાદ (ઐતિહાસિક સંવાદ) રૂપે છે. આમાંની મુખ્ય દંતકથાઓ મહાવીરના પૂર્વાનુગામીઓ, સમસમીઓ, પાશ્વના શિષ્ય તથા જેણે ભગવતીનું પંદરમું શતક કયું છે તેવા સંપ્રદાય પ્રવર્તકે જમાલિ અને ગોસાલ મખલિપુત્તની છે. વેબરના શબ્દોમાં “આ બધી દંતકથાઓની હકીકત વિશ્વસ્ત લાગે છે. ઘણું ખરું આ દંતકથાઓ મહાવીરના પિતાના જીવન સમયને અગત્યને પુરો (કેમકે વારંવાર આમાંનું વર્ણન બુદ્ધ દંતકથાઓને મળતું આવે છે) પૂરે પડે છે” નાયાધમ્મકહાએ અર્થાત્ સિદ્ધાંતનું છઠું અંગ ધર્મકથા આપણને જેનેના વર્ણના ત્મક સાહિત્ય પ્રતિ દરે છે. નૈતિક ઉદાહરણના હેતુથી આ ઉપમેય વાર્તાને સમૂહ રચાય છે અને હિંદી વાર્તા સાહિત્યની માફક જૈનકથા સાહિત્ય પણ તે હેતુ સિદ્ધ કર્યો છે. જૈન વ્યાખ્યાનકાર ધર્મદેશનાનો વિષય ગદ્ય કે પદ્યમાંથી ઉપાડીને પ્રાંતે મહાવીરના સિદ્ધાંતના પ્રચાર માટે અમોઘ સાધન તરીકે અનુયાયીઓને એક વિસ્તૃત અને રસપ્રદ કથા કહી સંભલાવે છે. હર્ટલના મતે જૈન ધર્મદેશનાનું આ સ્વરૂપ સાહિત્યની દૃષ્ટિએ બુદ્ધ જાતકને મળતું છે એમ નહિ પરંતુ તેનાથી ચઢિયાતું છે. પર્વાત્ય સાહિત્યને આ અભ્યાસી નોંધે છે કે “હિંદી કળાનું લાક્ષણિક સ્વરૂપ એ જૈન કથાનકે છે. જેની કથા કહેવાની પદ્ધતિ બુદ્ધની પદ્ધતિથી મુખ્ય મુદ્દામાં જુદી પડે છે. તેમનાં મુખ્ય કથાનક ભૂતકાળનાં નહિ, પણ વર્તમાનનાં હોય છે, તેઓ પોતાના સિદ્ધાંત સીધી નહિ પણ આડકતરી રીતે ઉપદેશે છે અને આ વાર્તાઓમાં ભાવી જીનનું પાત્ર રજુ કરવું પડતું નથી.” Ganipidagam. This deals partly with the attacks which it was subjected to in the past, which it now experiences in the present and will experience in the future, partly with the devoted acquiescence which is its lot to meet with in these three periods, and concludes with the declaration of its certain existence for ever: na kayāi na asi, na kayai na'tthi, na kayai na bhavissali."- Ibid. To this Weber makes the following note: "According to Abhayadeyasuri attacks at the hands of Jamali, Goshthāmāhila, etc.-i.e. the representatives of the seven schisms." - Ibid., n. 65. 1. Cf. Winternitz, op. cit., pp. 300-301. “Of the legends which are adduced here, those claim a special interest which deal with predecessors or contemporaries of Mahavira, with the opinion of his heterodox opponents ... and with their conversion."--Weber, I. A., xix, p. 64. 2. Ibid., p. 65. 3. Hertel, op. cit., p. 7. 4. Ibid., p. 8. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy