SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ ઉત્તર હિંદનું જૈન સાહિત્ય જૈનએ પિતાના વિશાળ સાહિત્યક્ષેત્રમાં સર્વકાળે પ્રગતિ સાધી છે. આ સાહિત્ય અત્યંત વિસ્તૃત અને રસપ્રદ છે. હિંદી તથા યૂપીય પુરતકાલહસ્તલિખિત જૈન પ્રતિઓને ઘણે મેટ સંગ્રહ ધરાવે છે, જેને હજુસુધી કાંઈપણ ઉપયોગ થયો નથી.”૧ જૈન ગ્રંથકર્તાઓ ઘણે અંશે સાધુવર્ગના હતા કે જેઓ ચાતુર્માસ દરમિયાન વિહાર કરી શકતા ન હોવાથી આ સમયને ઉપગ સાહિત્યિક પ્રવૃત્તિમાં કરતા હતા. લેખકે ઘણું ખરું સાધુવર્ગના હોવાથી એની છાયા સાહિત્યમાં જણાય છે. બ્રાહ્મણ અને બૌદ્ધ સાહિત્યની માફક ધાર્મિક વિષયમાં જ તેની મર્યાદા પર્યાપ્ત થાય છે. ઈશ્વરવાદ, દર્શનશાસ્ત્ર, સાધુપુરુષની દંતકથાઓ, ધાર્મિક સ્તંત્ર અને તીર્થકરેની સ્તુતિ આદિ તેના મુખ્ય વિષય છે. વિજ્ઞાન, કાવ્ય, નાટક, ચપૂ કે શિલાલેખ આદિ વિષયે પૃથક્ હોવા છતાં એ દરેકમાં ધાર્મિક વાતાવરણ ગુંજ્યા કરે છે. જૈન ઈતિહાસના જે કાળનો આપણે વિચાર કરીએ છીએ તે જૈન સાહિત્યના વાચના પહેલાને સમય છે. દેવગણિ એક તિર્ધર સમા શોભે છે અને તેઓ જૈન સાહિત્યમાં સિદ્ધાંત તરીકે ગણાતા ગ્રંથને પુસ્તકારૂઢ કરીને આ અપ્રસિદ્ધ કાળનો અંત લાવે છે. તેમ છતાં સમસ્ત જૈનવાર્ભયને પ્રાસ્તાવિક આરંભ કરતાં જણાવવું જોઈએ કે આ સમૃદ્ધ સાહિત્યમાં વિવિધ વિષયની ચર્ચા છે. “પ્રથમ તે સિદ્ધાંત અને તેના પર લખાયેલી ટીકાઓને વિશાળ સમૂહ છે અને વધારામાં વૈજ્ઞાનિક સાહિત્ય પણ અનેકવિધ છે. જેનોએ સિદ્ધાંત, ન્યાય અને દર્શનશાસ્ત્ર આદિ શાખાઓમાં વિશિષ્ટ પદ્ધતિ ખીલવી છે અને બ્રાહ્મણ વિજ્ઞાનના બધાય વિષમાં આબાદ સફળ થયા છે. તેઓએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના વ્યાકરણ અને શબ્દકોષ રચ્યા છે. ગુજરાતી ભાષાના પણ ડાં વ્યાકરણ અને શબ્દકે ઉપરાંત ફારસી ભાષાને એક કેષ છે. કાવ્ય અને છંદ તેમજ નીતિ ઉપર અસંખ્ય જૈન ગ્રંથે મળી આવે છે. નીતિના બે વિભાગે છેઃ રાજનીતિ–રાજદ્વારી પ્રશ્નોની મીમાંસા અને સામાન્યનીતિ-જીવનના વર્તન માટેના સામાન્ય નિયમે, રાજકુમારની કેળવણી માટે જૈન લેખકોએ હાથી, ઘોડા, રથ, શસ્ત્રાસ્ત્ર અને શૃંગારરસ આદિ વિષયેના પણુ ગ્રંથ લખ્યા છે અને સામાન્ય પ્રજાગણના ઉપયોગ માટે તેઓએ જાદુગરી યા ચમત્કાર, તિષ, શુકન, અપશુકન વિદ્યા અને મંત્રતંત્ર વિદ્યા આદિ વિષયે ચર્ચા છે; 1. Hertel, On the Literature of the Svetāmbaras of Gujarat, p. 4. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy