________________
ગુપ્તકાળમાં જૈનધર્મ
૧૮૫ અમાત્રાજવનો સત્તા અધિક હતી. તેમાં ઉત્તર હિંદને ગીચ વસ્તીવાળો અને ફળદ્રુપ બધે પ્રદેશ આવી જતો. પૂર્વમાં બ્રહ્મપુત્રાથી પશ્ચિમમાં ચંબલ અને જમના સુધી અને ઉત્તરમાં હિમાલયની તળેટીથી દક્ષિણમાં નર્મદાના પટ સુધી તે સામ્રાજ્ય પથરાયેલ હતું. આ વિશાળ વિસ્તાર ઉપરાંત આસામ અને ગંગાતટના સરહદના પ્રદેશ, દક્ષિણ હિમાલયની તળેટીનાં રાજ્ય અને રજપૂતાના અને માલવાની સ્વતંત્ર જાતિઓ પણ આ સામ્રાજ્ય સાથે મૈત્રીથી બંધાયેલ હતાં. વિશેષમાં દક્ષિણનાં ઘણાં ખરાં રાજ્ય પર આ શહેનશાહતનાં લશ્કરે ફરી વળ્યાં હતાં અને તેમની પાસે પિતાની અજેય સત્તા રવીકારાવી હતી.'
ગુતકાળમાં ધર્મ વિષે એટલું તે સ્પષ્ટ છે કે જાહેરમાં આ વંશના રાજાઓ વિષ્ણુના ખાસ ભક્ત એવા હિંદુ બ્રાહ્મણ હતા, પરંતુ પ્રાચીન હિંદની સર્વધર્મ પ્રતિ આદરની રૂઢિ તેઓ આચરતા. બૌદ્ધ અને જૈન ધર્મી પ્રતિ ખાસ ચાહના નહિ, પરંતુ તેની સામે વિરોધ પણ ન હતું. સર્વધર્મસમભાવ એ મુખ્ય મુદ્દો હતા અને વૈષ્ણવ ધર્મ પ્રતિ ખાસ આદર હતો. જેમ કે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય અર્થાત્ ચંદ્રગુપ્ત બીજે કે જે ગુપ્તનો પાંચમો રાજા હતે તે “જે કે બૌદ્ધો અને જેને પ્રતિ ખાસ ઉદાર હોવા છતાં, પતે ચુરત હિંદુ હેઈ વિષ્ણુને પરમ ભક્ત હતે.”
| ગુપ્ત રાજાઓના આ સમભાવ ઉપરાંત જે પ્રતિ તેમને ખાસ આદર મથુરાના શિલાલેખ બતાવે છે. આ જૈન શિલાલેખોમાંના ત્રણ, બુહલરના મતે, ગુપ્તકાળના છે.* તેમને એક કે જે નીચે પ્રમાણે છે તે વિષે તે કોઈ શંકા જ નથી, કારણ કે તે એક બેઠેલી મૂર્તિ પર કોતરેલ છે અને તે કુમારગુપ્તના રાજ્ય સમયને છે.
જય હો! કેદ્રિય ગણના વિદ્યાધરી-શાખાના દતિલાચાર્ય (દત્તિલાચાર્ય) ના ઉપદેશથી વર્ષ ૧૧૩ માં મહાન શાસક તથા વિખ્યાત ચક્રવર્તી રાજા કુમારગુપ્તના રાજ્યકાળના વીસમા દિવસે (શિયાળાના કારતક માસના)–તે દિવસે ભક્રિભવની પુત્રી અને ખારવા (?) ગૃહમિત્ર પાલિતની પત્ની સામાલ્યા (શ્યામાલ્યા) એ એક પ્રતિમા પધરાવી હતી."
બીજા બે શિલાલેખમાંને એક સારી સ્થિતિમાં નથી તેથી તેને સળંગ અનુવાદ શક્ય નથી, તેમાં એક મંદિર બંધાવ્યા કે તેને જીર્ણોદ્ધાર કરાવ્યાને નિર્દેશ લાગે છે? બીજે બુહલરના મતાનુસાર લિપિના કારણે ગુફસમયને છે. આ શિલાલેખ કે જે એક સ્મારકના તળિયા પર છે તે નીચે પ્રમાણે છેઃ
1. C. Smith, op. cit., p. 303.
2. “The Manasāra seems, therefore, to point to the Gupta period ...; the existence of an empire comprising the whole of India; ... the popularity of the Brahmanical religion with predilection for the Vishnu cult and non-interference and toleration of Buddhism and Jainism. .."-Acharya, Indian Architecture according to Manasāra Silapaśāstra, P. 194.
3. Smith, op. cit, p. 309. 4. CJ. Buhler, E.I., ii.. Ins. Nos. XXXVIII-XL, p. 198. 5. Bihler, E.I, ii, Ins. No. XXAIX, pp. 210-211. 6. Ibid., Ins. No, XL, p. 211.
૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org