________________
કલિંગદેશમાં જૈનધર્મ
૧૬૫ પોતાના કુળધર્મનાં લક્ષણ પ્રથમ જાણ તેની મહત્તાથી પ્રેરાઈને મહાવીરના સંદેશા માટે જીવવા અને મરવા તૈયાર હતા તેવા સાધુઓને તે મદદ અને ઉત્તેજન આપતે હતે.
પ્રાચીન સમયના જૈન આચારો પર પ્રકાશ ફેંકતા કેટલાક ઉલ્લેખ લેખમાં છે. યાપ અધ્યાપકે સમૂહ કે જે આજે અસ્તિત્વમાં નથી તે તે સમયના સાધુઓને એક વર્ગ જણાય છે. ઈંદ્રભૂતિના નીતિસાર અનુસાર તે એક મિથ્યાષ્ટિ સંઘ હતો કે જે દક્ષિણમાં દિગંબર તરીકે વહેંચાઈ ગયે.
गोपुच्छकः श्वेतवासा द्राविडो यापनीयकः ।
नि:पिच्छिकश्चेति पञ्चैते जैनाभासाः प्रकीर्तिताः॥ ઉપરોક્ત યાદીમાં યાપનીનું નામ આશ્ચર્યજનક છે કારણ કે ચાલુક્ય અમ્મરાજ બીજાના શિલાલેખમાં તેમને “પવિત્ર અને માનનીય નંદિગ૭ના ભાગ તરીકે જણાવી તેને પવિત્ર યાપનીય-સંઘ” તરીકે સંબોધે છે. આ ઉપરાંત શ્રવણ બેલ્ગોલાના એક શિલાલેખ પ્રમાણે અહંદુબલિએ આ નંદિસંઘને રૂઢિચુસ્ત કહ્યો છે, તેને મત પ્રમાણે તે “દુનિયાની આંખ” હતી. સિતાંબર અને બીજા જે નિયમથી ઉલટા છે તેવા મિથ્યાત્વી સંઘ વચ્ચેને ભેદ માટે તેને વાંધો ન હતો. પરંતુ જે કાંઈ “સેન, નંદિ, દેવ, સિંહ આદિ સંઘોની બાબતમાં આમ ધારતા તેઓને તેણે મિથ્યાત્વી” કહ્યા છે.'
આ બાબત મિ. જાયસવાલ કહે છે કે “ભદ્રબાહુચરિત્રમાં જૈનેને ઈતિહાસ આપતાં જણાવ્યું છે કે ચંદ્રગુપ્તના સમસમી ભદ્રબાહુના શિષ્ય કે જે પોતાના ગુરુને પૂજ્ય માનતા હતા, તેમાંથી યાપન-સંઘની શાખા ઉત્પન્ન થઈ કે જેણે છેવટે નગ્ન રહેવાનું વિધાન સ્વીકાર્યું. આ સંઘ દક્ષિણમાં વિસ્તર્યો તેની કર્ણાટકના શિલાલેખ સાક્ષી પૂરે છે; આજે તે હસ્તીમાં નથી. મુનિ જિનવિજ્યને અભિપ્રાય છે કે આ સંધે કેટલાક વેતાંબર અને કેટલાક દિગંબર સિદ્ધાંત સ્વીકાર્યા હતા, આ આધારે આ બે ફાંટા સ્પષ્ટ વહેંચાયા પહેલાનું પગલું તે આ થાપન સંઘ હતે. આપણો લેખ બતાવે છે કે જે વડે આ શાખા ઓળખાતી તે યાપ અભિધાન અમુક પવિત્ર આચારોને અંગે હતું. ચરક પ્રમાણે “દુઃખ ન્યૂન કરવા” અથવા મહાભારત અનુસાર “જીવન ટકાવવા” યાપ અધ્યાપકો અન્યના દૈહિક દુખ ન્યૂન કરવાની ફરજ પર ભાર મૂકતા.પ
શિલાલેખ વિશેષમાં જણાવે છે કે આ યાપ અધ્યાપકે કામ્ય નિષદિ યા કુમારી ટેકરીઓ પર રહેતા; આ નિવીદિ તે અહંતની નિષીદિ હતી તે પાછળની લીટી સ્પષ્ટ કરે છે. નિષીદિયા નિવીધિ જૈન સાહિત્યમાં આલંકારિક રીતે તેમના તીર્થકરે, ગુરુઓ
1. Premi, Vidvadratnamāla, i., p. 132. 2. Hultzsch, E.II, ix., p. 55, v, 18, L. 50. 3. E.C, ii., S.B., 254, 4. Ibid.. 5. J.BO.R.S, iv, p. 389,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org