SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ ધર્મયુગ સામે જૈન સંપ્રદાયનું રક્ષણ કરવા ખારવેલ ન હોત તે “બૌદ્ધ સિદ્ધાંતના ઘાતક તરીકે પ્રખ્યાત એવા પુષ્યમિત્રે બદ્ધધર્મનો નાશ કર્યો તેમ મહાવીરના જૈનધર્મને પણ તેણે નાશ કર્યો હત. આગળ દર્શાવ્યા પ્રમાણે ખારવેલે બે વખત મગધપર ચઢાઈ કરી. પહેલીમાં તે લગભગ પાટલીપુત્ર સુધી પહોંચે. યુક્તિપૂર્વક પુષ્યમિત્રે તે સમયે મથુરા પ્રતિ પીછે હઠ કરી અને તે પ્રસંગે ખારવેલે બરાબર ટેકરીઓ (ગેરથગિરિ)થી આગળ ન વધવામાં ડહાપણ માન્યું. બીજી ચઢાઈમાં ખારવેલ ફતેહમંદ થયો. ઉત્તર હિંદમાં પ્રવેશ કરી હિમાલયની તળેટી સુધી પહોંચી તેણે એકાએક મગધની રાજધાનીપર ગંગાની ઉત્તરેથી હુમલો કર્યો, તે નદી તેણે કલિંગના પ્રખ્યાત હાથીઓ સાથે ઓળંગી હતી. પુષ્યમિત્ર શરણે આવ્યું અને વિજે. તાએ તેના રાજ્યને ખજાને કબજે કર્યો, તેમાં કલિંગ-જીની પ્રતિમા જે મહારાજ નંદ લઈ ગયે હતું તે પણ હતી. તેના આ વિજ્યની અસર માત્ર સુંગરાજ્યની પૂર્વ સીમા પર થઈ તેણે બંગાલ અને પૂર્વ બિહારપર પણ વિજય મેળવ્યો હશે. જ્યાં જૈનધર્મની અસરના અનેક પુરાવા હજી પણ છે. ખારવેલના આ વિજયે વિષે મિજાયસ્વાલ કહે છે કે “પુષ્યમિત્રે લડાઈથી નિર્ણય કરવાને બદલે છેલ્લા ત્રણ સૈકાના મગધ અને કલિંગના એતિહાસિક સાધનરૂપ જે વસ્તુઓ હતી તે આપી પોતાની ગાદી બચાવી લીધી. મગધ સમ્રાટની સત્તાના કારણે જ આ ચઢાઈને કેવળ રાજકીય વિજય તરીકે સ્વીકારી, કારણ કે હિંદની આ ગાદી પર બેસવાની લાલચ કે પણ મનુષ્ય માટે પૂરતી હતી.” આ લેખ પરથી એટલું તો સ્પષ્ટ છે કે ખારેલ પુમિત્રનું રાજ ઝૂંટવી શકે નહિ. એટલી હદ સુધી કલ્પના દોડાવવાની જરૂર પણ નથી. સાતકર્ણ સાથે જે બન્યું તેમ ખારવેલે અહીં પણ પિતાના પાડોશી રાજ્યમાં પિતાનું નૈતિક સર્વોપરિત્વ બતાવી સંતોષ રાખે, કારણ કે છેલા મૌર્યરાજા બૃહદ્રથના ખૂન પછી મૌર્ય સામ્રાજ્યની સંપત્તિ વહેંચી ખાવા સત્તાઓની હરિફાઈ થતી હતી એ તે સમયનું વાતાવરણ હતું. તે મહાન સામ્રાજ્યના અવશેષોમાંથી જે સત્તાઓ જામી તે સત્તાઓ પર પ્રભુતા જમાવવાની પણ હરિફાઈ થતી અને તેમાં ખારવેલે મુખ્ય ભાગ ભજવે અને જ્યાં તેણે પંજે નાંખે ત્યાં તેણે યશ પણ મેળવ્યું. કાલિંગમાં જૈન ધર્મની પ્રાચીનતા પર આવતાં શિલાલેખમાં કલિંગ-જનના ઉલ્લેખ સિવાય બીજું કંઈ મળતું નથી. આગળ કહ્યું તે મુજબ આ ઉપરથી લાગે છે કે તે મૂર્તિ કલિંગ યા તેની રાજ્યધાનીમાં પૂજાતી હશે. શિલાલેખ સ્પષ્ટ કરે છે કે આ મૂર્તિ રાજાનંદ કલિંગથી મગધ લઈ ગયે હશે. આપણે જોઈ ગયા તે પ્રમાણે આ નંદ જૈનેને નંદ લે 1. Divyapadana, pp. 433-434, 3. Mazumdar, . ci, p. 633. 2, Smith, ot. it., p. 209, 4. J.B.O.R.S, i., p. 447. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy