________________
૧૬૦
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
પાસે માત્ર મગધ અને આજુબાજુના પ્રદેશ રહ્યો. છેલ્લા મૌર્યરાજા બૃહદ્રથનું તેના સેનાપતિ પુષ્યમિત્ર ( હિંદી મેકબેથે) નિમકહરામીથી ખૂન કર્યું.” પૌરાણિક હેવાલેાના આધારે મૌર્ય વંશ ૧૩૭ વર્ષ ચાલ્યા; આના સ્વીકાર કરતાં ઈ. સ. પૂર્વે ૩૨૨ માં ચંદ્રગુપ્તના રાજ્યારેાણુથી ઈ. સ. પૂર્વે ૧૮૫ સુધી મોર્યવંશ ચાલ્યે;૨ આ સમય લગભગ ખરે છે. આમ બ્રાહ્મણવંશ કે જેણે ખદ્ધ મૌર્યને ઉખેડી નાંખ્યા તે ઈ. સ. પૂર્વે ૧૮૫ માં હિંદમાં સત્તા પર આન્યા.
આમ બ્રાહ્મણાની ઉશ્કેરણીથી પુષ્ય અથવા પુષ્યમિત્ર નિમકડુરામ અની પેાતાના માલિકનું ખૂન કરી, પ્રધાનાને કેદ કરી ગાદી પચાવી, પોતાને રાજા તરીકે જાહેર કરી સુંગ યા મિત્રવંશની સ્થાપના કરી; જે વંશ ૧૧૦ વર્ષ ચાલ્યા, જે દરમિયાન હિંદુસમાજ અને સાહિત્યમાં જાની વિચારપ્રણાલી પ્રવર્તી. બાણભટ્ટ પેાતાના હર્ષવર્ધન ( ઇ. સ. છઠ્ઠા સૈકા ) ના જીવન ચરિત્રમાં આ લશ્કરી કબજાને ઉલ્લેખ કરે છે. “ પોતાના મૌર્યરાજા ગૃહ થ કે જે ગાદીનશીન થતી વખતે લીધેલાં વચનો પાળવા અશક્ત હતેા તેને લશ્કર બતાવવાના અહાને લશ્કર પ્રતિ નજર કરતાં નીચ પુષ્યમિત્રે કચડી નાંખ્યા.’૪
**
હિંદુ ઇતિહાસના વિદ્વાન કર્તા આ બાબત લખે છે કે “ પુષ્યમિત્ર વૃદ્ધ થયા ત્યારે તેણે પોતાને ઉત્તર હિંદના સમ્રાટ તરીકે જાહેર કર્યો. પાણિની વ્યાકરણના કર્યાં, તેના ગુરૂ પતંજલિની દેખરેખ નીચે તેણે રાજસૂય અને અશ્વમેધ એ એ યજ્ઞા કર્યા. બ્રાહ્મણ જીવનને પુનર્જીવન આપવાને પુષ્યમિત્રે ઠીક પ્રયાસ કર્યો. આ યજ્ઞા પણ બૌદ્ધેા પર બ્રાહ્મણધર્મના વિજયચિન્હ તરીકે હતા. બૌદ્ધગ્રંથકારોએ પુષ્યમિત્રને ધર્માંધ ચિત્ર્યા છે. એમ કહેવાય છે કે તેણે મગધથી જલંધર સુધીના મો માળી ભિક્ષુકાને મારી નાંખ્યા. આમાં કાંઇક તથ્ય હશે. તેની સામે થતી બૌદ્ધ અને જૈનોની ખટપટના કારણે પણ પુષ્પમિત્રે આમ કર્યું હાય.” પ
આ બધું જોતાં એકવાત સ્પષ્ટ છે કે અશોકની પદ્ધતિના પ્રત્યાઘાતે પહેલા ઘા ૌદ્ધધર્મ પર અને બીજો રાજકીય કારણે હિંદની મૌર્ય સત્તા પર પડ્યો. અશાકે બૌદ્ધો પ્રતિ અને કાંઇક અંશે જેના પ્રતિ જે ઉદારતા બતાવી તેથી બ્રાહ્મણાના હકો પર તરાપ પડી. પશુયજ્ઞની બંધી તથા જાસૂસીના કારણે પણ તેઓ નારાજ થયા. તેથી આ રાજાને મજબૂત હાથ દૂર થતાં બ્રાહ્મણાએ સત્તા જમાવી બળવો કર્યો અને જોઈ ગયા તે મુજબ સુંગવંશની સ્થાપના કરી.
1. Mazumdar, op. cit., p. 626.
2. See Pargiter, op. cit., p. 27.
3. J.B.O.R.S., x., p. 202.
4. The rendering combines the versions of Cowell and Thomas (Larsacarida, p. 193),
of Bihler (I.A., ii., p. 363) and of Jayaswal, Cf. Smith, op. cit, p. 263, n. 1.
5. Mazumdar, op. cit., p. 636.
6. Cf. J.P.A.S.B., 1910, pp. 259-262.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org/