________________
૧૨
અંતમાં અમે ઈચ્છીએ છીએ કે ભાઈ શ્રી શાહની જેમ આજનો જૈનસમાજ ખાસ કરી વિદ્વાન મુનિવર્ગ વર્તમાનયુગની સંશોધન પદ્ધતિને ધ્યાનમાં લઈ જૈનધર્મ પ્રત્યેનું પિતાનું કણ અદા કરે અને વિદ્વાન તરફથી સઘળા મહાન ધર્મોના અવલોકન અને અન્વેષણમાંથી જૈનધર્મની ઉપેક્ષા કરવામાં આવી છે તેને દૂર કરી જૈનસાહિત્યનાં જે અનેકાનેક અંગે અણખીલ્યાં પડ્યાં છે તે તે વિકસાવે. જેથી અન્ય વિદ્વાનો તરફથી જૈનધર્મ ઉપર થતા અયોગ્ય આક્ષેપો દૂર થાય.
પ્રરતુત પુસ્તકને ગુજરાતી ભાષામાં અનુવાદિત કરી જૈન પ્રજા સમક્ષ ઉપહાર કરનાર શ્રી. ફૂલચંદભાઈ હરિચંદ દેસી તેમ જ શ્રી. ચીમનલાલ દલસુખભાઈની જૈન પ્રજા સદા કણી જ છે.
પાટણ, ૧૯૯૩ માઘ શુક્લ ૭. ઈ
મુનિ પુણ્યવિજ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org