________________
કલિંગદેશમાં જૈનધર્મ
૧૪૧
મી. ગંગુલીની ટીકા ઉમેરી વિરમીશું કે “ગુફાઓ દેખાવમાં સાદી છતાં ભવ્ય છે અને ભૂતકાળના એના રહેવાસીઓના જીવનને બંધબેસતી છે.”
ખંડગિરિ ગુફાઓમાં સત્વર અથવા સબંખ, નવમુનિ અને અનંત એ ત્રણ અગત્યની છે; તેમાંની પ્રથમ બે પર સ્પષ્ટ જૈન ચિહે છે જ્યારે છેલ્લી પર બૌદ્ધ ચિન્હો છે, કારણ કે પાછલી ભીંતપર સ્વસ્તિક અને ત્રિશૂળ ચિતરેલાં છે. જો કે પહેલા વસ્તિકની નીચે એક નાની ઉભી ખંડિત પ્રતિમા છે જે જીલ્લાગેઝેટિયર પ્રમાણે જેના વિશમાં તીર્થકર પાર્શ્વનાથને મળતી આવે છે. તે ગુફાની હદ ટેકરીના ઉત્તર તરફના ભાગથી સરખી કરી લેવામાં આવી છે, જેમાં જૈન સાધુઓ તથા તીર્થંકરની પ્રતિમાઓ છે; તે ઉપરાંત કેતરકામની દરેક કમાન નાગની બે ફણોની વચ્ચે આવે છે જે પાર્શ્વનાથનું લાંછન મનાય છે. બાજુની ભીંત તથા કમાન વચ્ચેની જગ્યા પિતાના હાથમાં અર્થ લઈ જતા વિદ્યાધરેથી પૂરાઈ છે.
સલ્તર ગુફા દક્ષિણ બાજુના અંદરના ખંડમાં કોતરેલી છે, જેમાં લાંછન સહિત તીર્થ કરેની આકૃતિઓ છે, જ્યારે નવમુનિ યા નવસંતની ગુફા એક સળંગ પરસાળવાળી, પરંતુ બે ખંડની એક સાદી ગુફા છે. એક ફુટ ઉંચી અને સાદા કેતરકામવાળી શાસન દેવી સહિત દશ તીર્થકરની પ્રતિમાઓ તેમાં છે. પાર્શ્વનાથ તે નાગની ફણાને લઈ તરત ઓળખી શકાય છે, તે વધારે પૂજ્ય ગણાવ્યા છે કારણ કે તેમની પ્રતિમા બે વાર કેતરાએલી છે."
આ ઉપરાંત આ ગુફામાં બે પ્રખ્યાત શિલાલેખો છે. તેમાંનો એક પ્રખ્યાત ઉદ્યોતકેશરિદેવના પ્રગતિમાન અને વિજયી રાજકાળના અઢારમા વર્ષને છે.”૬ બેય શિલાલેખ “આર્યસંઘના ગ્રહકુળના દેશીગણ શાખાના આચાર્ય કુલચંદ્રના શિષ્ય શુભચંદ્રનું નામ ધરાવે છે, બન્ને શિલાલેખ એકજ તારીખના અર્થાત્ ઈ. સ. દશમાં સેકા લગભગના હવા સંભવ છે.
આ ગુફાની પેલીમેર બારભુજી અર્થાત્ બાર હાથવાળી ગુફા આવે છે, તે ગુફામાં પરસાળની ડાબીબાજુ બાર હાથવાળી એક સ્ત્રીની પ્રતિકૃતિ છે. નવમુની ગુફાની માફક આમાં પણ શાસનદેવી સહિત પદ્માસને બેઠેલ તીર્થકરની પ્રતિમાઓ છે અને પાછલી
1. Ganguly, op. cit., p. 34.
2. Cf. Chakravarti (Mohn Mohan), Notes on the Remains in Dhauli and in the Caves of Udayagiri and Khandagri, p. 8.
3. B.D.G.P, p. 263.
4. The sculptures are the Jaina Tirthankaras with all their Sāsana-devis and do not resemble Bauddha symbols as believed by the editor of The Archacological Survey Report, xii, p. 81.
5. B.D.G.P, p. 262. 6. EI, xii., p. 166. 7. Ibid. 8. Ganguly, op. cit., p. 60.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org