________________
રાજવંશમાં જૈનધર્મ
૧૨૫
અશોકના નહિ, પરંતુ ચંદ્રગુપ્તના સમયે પૂર્ણ કરવામાં આવ્યા હતા. રાજકીય દૃષ્ટિએ અશક ધાર્મિક વૃત્તિના હતા અને તે રાજા કરતાં ધર્મગુરૂપદને અધિક યાગ્ય હતા; તેણે તે માત્ર કલિંગ પર મગધની સત્તા પુનઃ સ્થાપિત કરી. મહામાન્ય હેરાસના શબ્દોમાં કહીએ તે ‘હિંદુસમયના મહાન રાજા ચંદ્રગુપ્ત હતા જ્યારે તેના પૌત્ર અશોકની કીર્તિ બુદ્ધિવિષયક દૃષ્ટિએ અધિક ગણાય; તે સમ્રાટ કરતાં અધિક તત્ત્વવેત્તા અને શાસકના બદલે નીતિશાસ્ત્રના પ્રણેતા-અધ્યાપક હતા.’૧
ગમે તેમ તોપણ મહાન મૌર્ય સામ્રાજ્યના મગધના વિસ્તાર પહેાળા હતા. પંજાબ, સિંધ અને ઉત્તરીય રાજપુતાના સિવાય ઉત્તર ભારતના સમસ્ત ભાગ નંદાની સત્તામાં હતા. આ વિશાળ સામ્રાજ્યમાં ચદ્રગુપ્તે પંજાબ, સિંધ, બલુચિસ્તાન, અફઘાનિસ્તાન તેમજ હિમકૂટ પર્વતની નોંધ લેતાં નેપાળ અને કાશ્મિર આદિના વિસ્તાર મેળળ્યા હતા. તે ઉત્તરમાં એટલી બધી જાળમાં ફસાયા હતા કે દક્ષિણ તરફ દૃષ્ટિ કરવાનું તેના માટે અશક્ય હતું. સ્મિથ કહે છે કે “ ગરીબાઈમાંથી સત્તામાં આવવું, મેસેડૅનિયાનાં ટોળાને હાંકી કાઢવાં, સેલ્યુકસના હુમલાને અટકાવવા, બળવાને સફળ બનાવી પાટલીપુત્રમાં રાજવંશ સ્થાપવા, અરિઆનના નાના મોટા ભાગ જોડી દેવા અને બંગાળના અખાતથી અરબી સમુદ્ર સુધી પેાતાના સામ્રાજ્યના વિસ્તાર લંબાવવા કરતાં ભાગ્યેજ તેને વધારે અધિક સમય મળી શકયા હાય.”ક
ચંદ્રગુપ્તના ઉત્તરાધિકારી બિંદુસારને ફાળે દક્ષિણના વિજય જાય છે તેમ જુદાજુદા ઉલ્લેખા સ્પષ્ટ કરે છે, તેને પણ તેના પિતાના મંત્રી ચાણક્યની સહાયતા હતી. દખ્ખણ અથવા ભારતના દ્વિપકલ્પથી નેલેારના અક્ષાંશ સુધીના પ્રદેશ બિંદુસારે જીત્યા હાવા જોઇએ કારણ કે અશેકને તે બધું વારસામાં મળ્યું હતું; અશોકે તે માત્ર કલંગ પર વિજય મેળળ્યા હતા.પ પછીના મોર્યાએ સામ્રાજ્યના વિસ્તારમાં કાંઈ ફાળે આપ્યા નથી, વાસ્તવિક રીતે તેા અશોકના રાજ્યકાળના અંતમાંજ મૌર્ય સત્તાનું પતન શરૂ થઈ ચુકયું હતું અને તે બૃહથના સમયમાં પુરું થયું, કારણ કે આવતા પ્રકરણમાં જોઈશું તેમ તેને તેના સેનાપતિ પુષ્યમિત્રે મારી નાંખ્યા અને સુંગ નામના વંશની તેણે સ્થાપના કરી.
મૌર્યાની સત્તા દરમિયાન મગધના રાજ્યવિસ્તારની આલોચના પછી તેના જૈનધર્મ સાથેના સંબંધના વિચાર કરીએ. જૈન દંતકથા કહે છે કે તે વંશના સ્થાપક, શ્રી કાના વિજેતા, ભારતના પ્રથમ સમ્રાટ એવા ચંદ્રગુપ્ત જૈન હતા. તે દંતકથા ટૂંકમાં આમ છેઃ
જ્યારે ( ઉજ્જૈન યા પાટલીપુત્રથી ) ઉત્તર ભારતમાં ચંદ્રગુપ્ત રાજ્ય કરતા હતા ત્યારેતે
1. Heras, Q.J.M.S., xvii., p. 276. C. Jayaswal, J.B.O..S., ii., p. 83.
2. Cy. ibid., p. 81.
3. Smith, op. ciŕ., p. 156. Cf. Jayaswal, op. and loc. cit.
4. Ayaśyaka-Satra, opp. cit., p. 184.
5. Cf. Jayaswal, op. cit., pp. 82-83 ; Smith, op. ct., p. 157 ; Schiefner, oh. cit., p. 89.
6. Cf.Smith, op. cil., p. 204.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org