________________
૧૨૦
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
અસંભવિત જણાતી નથી. ગેાદાવરી પર નૌ નંદ દેરા (નન્દર૧ ) નામનું શહેર છે જે સૂચવે છે કે નંદનું સામ્રાજ્ય દક્ષિણના વિશાલ પ્રદેશ સુધી ફેલાયું હતું.”૨
કે
આ ઉપરાંત આપણે આવતા પ્રકરણમાં જોઈ શું કે શિલાલેખના ખીન્ને કરો કાલંગની જિનપ્રતિમા અને ખીજે ખજાના નંદ વિજય ચિન્હ તરીકે મગધ લઈ ગયાના ઉલ્લેખ કરે છે. ખારવેલના આ શિલાલેખથી નંદાના જૈનધર્મ સાથેના સંબંધ ચર્ચાત્મક બને છે. આ અને બીજા નંદરાજના ઉલ્લેખવાળા ફકરા વિષે જે મુશ્કેલી છે તે નંદરાજની ઓળખાણને અંગે છે. મહાવીરના નિર્વાણની ચર્ચામાં આપણે જોયું કે જાયવાલ, બેનરજી, સ્મિથ અને ખીજાએ કહે છે તેમ આ નંદરાજને નંદિવર્ધન માની લેવાનું કાંઈ કારણ નથી. આગળના શાર્પેન્ટિયરના પ્રમાણ ઉપરાંત પ્રે. ચન્દ્ર જણાવે છે કે “ નંદિવર્ધનને કલિંગ સાથે કાંઈ સંબંધ હતા કે નિહ તે સંબંધમાં પુરાણા ચૂપ છે, ઉલટું પુરાણા સ્પષ્ટ કહે છે કે શૈથુનાગ અને તેના પુરાગામીઓના સમયમાં કલિંગમાં ઉત્તરોત્તર ૩૨ સમકાલીન રાજા થયા હતા. તે મંદિવર્ધન નહિ, પરંતુ મહાપદ્મ નંદ હતા કે જે બધાને પોતાની સત્તા નીચે લાન્યા હતા અને જેણે બધા ક્ષત્રિયા યા જાના રાજવંશેાનો નાશ કર્યો હતો. આમ આપણે હાથીણુંકાના શિલાલેખમાં દર્શાવેલ કલિંગપર સત્તા ધરાવતા નંદરાજને સર્વ વિજયી મહાપદ્મ નંદ અથવા તેના પુત્રોમાંના કેાઈ ને સ્વીકારવા જોઈ એ.’૪
ટૂંકમાં ખારવેલ શિલાલેખના નંદરાજ ખીજે કાઈ નહિ, પણ જેનેાના નંદ ૧લા અને પુરાણાના મહાપદ્મ નંદ છે, કારણ કે પાછલા નંદો વિષે જૈન અને પૌરાણિક દંતકથાઆને એવું કંઈ કહેવાનું નથી કે જે નંદ ૧લાની વિજયી કારકિર્દીના દાવા કરી શકે, અહીં એમ કહી શકાય કે જોકે પૌરાણિક અને જૈન દંતકથાઓ ઘણું ખરે અંશે સમાન છે છતાં પણ ખારવેલના શિલાલેખ આ નંદ રાજાને પુરાણા વિરૂદ્ધ મહાપદ્મ નંદને બદલે નંદરાજ કહી જૈન દંતકથાઓને સાચા ટેકા આપે છે.
જેના અને નંદના સંબંધ વિષે હાથીણુંકાના શિલાલેખ ઉલ્લેખ કરે છે કે રાજા નંદ વિજ્યચિન્હ તરીકે જૈન પ્રતિમા લઈ ગયા હતા અને જાયસ્વાલના અભિપ્રાયાનુસાર આપણે આવતા પ્રકરણમાં જોઈશું તેમ આ એમ સાબીત કરે છે કે નંદ જૈન હતા અને એરીસામાં જૈન ધર્મ ઘણા વખત પહેલાં દાખલ થઈ ગયા હતા.પ કારણ કે એમના અભિપ્રાય મુજબ “ વિજ્ય ચિન્હ તરીકે પૂજાની મૂર્તિ લઈ જવી અને તે પ્રતિ પૂજ્ય બુદ્ધિ દર્શાવવી તે પાછળના ઇતિહાસમાં જાણીતી વાત છે.”૬ સ્મિથ અને શાર્પેન્ટિયર જેવા
1. Cf. Macauliffe, The Sikh Religion, v, p. 236.
2. Raychaudhuri, op. cit., p. 142.
3. Cf. Pargiter, op. cit., pp. 24, 62.
4. Chanda, Memoirs of the Archaeological Survey of India, No. I, pp. 11-12. Cj. Raychaudhuri, oh. cit., p. 138.
5. “Kalinga culture was a complex compound of animism, Brahmanism, Buddhism and Jainism. Curiously enough none of them was completely superseded at any time."-Subrah manian, A.H.R.S., i., p. 50.
6. Jayaswal, J.B.O.R.S., xiii., p. 245,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org