SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ અસ્વાભાવિક કે અસંભવિત વસ્તુ નથી. આ વસ્તુ એ પણ સિદ્ધ કરે છે કે જેને કૃણિકના પ્રસંગમાં ખૂબ આવ્યા હતા, નહિતે તેઓએ પણ આ પ્રસંગને બૌદ્ધોની માફક જુદું જ રૂપ આપ્યું હતું.' ઉપરોક્ત વસ્તુને બૌદ્ધ સાહિત્ય મારફત તપાસતાં પણ ટેકો મળે છે, કારણ કે તે જણાવે છે કે અજાતશત્રુને દેવદત્તે તેના પિતાનું ખૂન કરવા પ્રેર્યો હતો. આ દેવદત્ત એકવાર બુદ્ધને શિષ્ય હતો કે જે પાછળથી તેને દુશ્મન બન્યો અને પરિણામે બૌદ્ધ કથાનકમાં તેણે જાડાઝઈસ્કારિયેટને ભાગ ભજવ્યું હતું. વળી બુદ્ધ પાસે કૃણિકે કરેલ પશ્ચાત્તાપની ટીકા કરતાં રાઈસ ડેવીડસ જણાવે છે કે “વાતચીતના અંતે રાજાએ ભવિષ્યમાં બુદ્ધને માર્ગદર્શક તરીકે સ્વીકારી પિતાના પિતાના ખૂનને પશ્ચાત્તાપ કર્યાનું સૂચન છે. આમ છતાં તેણે સ્વધર્મને ત્યાગ કે હૃદય પલટ કરી બૌદ્ધ સિદ્ધાંતે અમલમાં મૂક્યાને કંઈ પુરા નથી. વળી જે કંઈ જાણીએ છીએ તે મુજબ પછી તે કદી બુદ્ધ કે તેના સંઘના કેઈ સભ્યને નૈતિક ચર્ચા માટે મળે પણ નથી તેમજ બુદ્ધના સમયમાં સંઘને તેણે કંઈ ખાસ લાભ કરી આપે હોય તે પણ જાણવામાં નથી.૩ બુદ્ધ અને અજાતશત્રુ પરસ્પર કેવા અભિપ્રાય ધરાવતા તે બૌદ્ધ સાહિત્યના નીચેના ઉલ્લેખો સ્પષ્ટ કરે છે પછી દેવદત્ત અજાતશત્રુ પાસે ગયા અને કહ્યું કે “હે રાજન, આપના માણસને હુકમ કરે કે શ્રમણ ગૌતમને હું મારી નાંખી શકું.” પછી અજાતશત્રુએ હુકમ આપે કે “માનનીય દેવદત્ત કહે તેમ તમે કરે.” ”૪ કૃણિકે ભર બુદ્ધ પાસે કે પશ્ચાત્તાપ કર્યો હશે તે આ ફકરે સ્પષ્ટ કરે છે. વળી બુદ્ધ પણ તેના વિષે કેવો અભિપ્રાય ધરાવતા તે નીચેના વાક્યથી જણાય છેઃ “ભિક્ષુકે ! પ્રતિષ્ઠિત રાજકન્યાને પુત્ર, મગધ રાજા અજાતશત્રુ પાપને સહેદર અને સાક્ષી છે." 1. "It is probable, however, that the story is the product of odium theologicum, or sectarian rancour, which has done so much to falsify the history of ancient India. .... Later when, in consequence of Asoka's patronage, Buddhism became pre-eminent in Northern India, leanings towards Jainism became criminal in the eyes of ecclesiastical chroniclers, who were ready to blacken the memory of persons deemed heretical with unfounded accusations of the gravest character."-Smith, op. cit., pp. 33, 37. 2. Rhys Davids, Buddhist India, pp. 13-14. Cf. Rhys Davids and Oldenberg, S.B.E. xx., pp. 238-265. And Devadatta went to Ajätasatru the prince and said to him: "In former days, Prince, people were long-lived, but now their term of life is short. It is quite possible, there fore, that you may complete your time while you are still a prince. So do you, Prince, kill your father and become the Raja, and I will kill the blessed one and become Buddha."-Ibid, p. 241. 3. Rhys Davids, op. cit., p. 15. 4. Vinaya Texts, pt. iii., p. 243. 5. Rhys Davids (Mrs), op. cit., p. 109. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy