SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આવે છે અને આ બાબતને મૌર્યસામ્રાજ્યની સ્થાપના માટે જવાબદાર રાજનીતિન બ્રાહ્મણના ટેકા છે.”૧ એટલું કહેવું પૂરતું છે કે નાત અથવા નાય જાતિના મુખ્ય પુરુષ સિદ્ધાર્થે રાજ્ય તેમજ રાજ્યમંડળમાં ઉચ્ચ પદ મેળવેલું હાવું જોઈ એ કે જેના પરિણામે તે એક પ્રજાસત્તાક રાજાની બેન ત્રિશલાને પરણી શકયા હતા.૨ હવે જ્ઞાત્રિકાને વિચાર કરતાં જણાય છે કે તેઓએ ભારતવર્ષને એક સત્તમ ધાર્મિક સુધારક આપ્યા અને જ્યારે વ િયા લિવિના રાજમંડળમાંની મુખ્ય જાતિઓમાં એમનું સ્થાન આપણે જોઈ ગયા છીએ ત્યારે ક્ષત્રિય જાતિ તરીકે તેની ઉપયોગિતારવતઃ સિદ્ધ થાય છે; તે “સિદ્ધાર્થ અને તેના પુત્ર મહાવીર જિનની જ્ઞાતિના હતા. તેમનું સ્થાન વેસાલીના પરા કુંડપુર અથવા કુંડગ્રામ અને કેલ્લાગમાં હતું, તેમ છતાં તેઓ વેસલિએ અથવા વેસાલિનિવાસી કહેવાતા.’પ સિદ્ધાર્થ અને ત્રિશલાના પુત્ર મહાવીર એ જ્ઞાત્રિક જાતિના ખરેખર એક રત્ન છે. આ પ્રસિદ્ધ પુરુષને મહાન પ્રભાવ તેના જાતિભાઈ આ પર કેટલા હતા તે વિષે તેના સખ્ત વિરેધી બૌદ્ધેાના શાસ્ત્રીય સાહિત્યમાં નીચે પ્રમાણે મળી આવે છે. “ એએ સંધના મુખ્ય પુરુષ, મહાન ગુરુ, મહાન તત્ત્વજ્ઞ, લોકમાન્ય, અનુભવી, દીર્ઘ તપસ્વી, યેવૃદ્ધ અને પરિપકવ ઉંમરના છે.” આપણે જોઈ ગયા કે મહાવીર અને તેમના માપિતા પાર્શ્વનાથના અનુયાયી હતા અને તેથી તેમની સાથે નાય ક્ષત્રિઓની આખી જાતિ તેજ ધર્મની ઉપાસક હોય તે અનવા જોગ છે. નાય જાતિ મહાવીરના પુરગામી પાર્થના અનુયાયી સાધુસમુદાયને પોષતી હતી એમ જણાય છે અને છેવટે તે સાધુ થયા ત્યારે તે જાતિના સભ્યો તેમના શ્રદ્ધાળુ અનુયાયી બન્યા. સૂત્રકૃતાંગ કહે છે કે મહાવીરે પ્રરૂપેલા ધર્મને જેમણે સ્વીકાર્યાં ‘સદાચારી અને પ્રામાણિક’ હતા અને તે ‘ સંઘમાં પરસ્પર સદ્ભાવ ધરાવતા હતા,’આમ જ્ઞાત્રિકો મહાવીરની જ્ઞાતિના હાઇને સ્વાભાવિકરીતે નાતપુત્તના સિદ્ધાંતથી બહુ મુગ્ધ થયા. જૈન સૂત્રો જ્ઞાત્રિનું આદર્શ ચિત્ર રજા કરતાં કહે છે કે તે પાપ અને તે 1. Law (B. C.), op. cit., pp. 1-2. 2. Cf. Stevenson (Mrs.), op. cit., p. 22; Jacobi, op. cil., Int., p. xii. 3. The name of the clan is also given as the Naya or Natha clan.Cj. Law (B, C.), op. cit., p. 121; Hoernle, op. cit., p. 4, n. 4. The Uyāsaga-Dasão says about Kollaga to the following effect : “Outside of the city of Vaniyagama, in a north-easterly direction, there was a suburb called Kollaga, which was large, strong... palatial, etc.''—-IHoernle, p. it., p. 8. Cf. bid., p. 4, n. “A suburb of Vaisali, (Besar) in the district of Mozaffarpur (Tihut) in which the Naya-Kula Kshatriyas resided. Mahavira, the Jaina Tirthankara, belonged to this class of Kshatriyas."-Dey, ob. it., p. 102. 5. Raychaudhuri, op. cit., p. 74. Cf. Barnett, op. cit., Int., p. vi; Hoernle, cp. and loc. cit. 6. Law (B. C.), op. cit., pp. 124-125. 7. Cj. Stevenson (Mrs.), p. it., p. 31; Law (B. C.), oh, ci., p. 123. 8, Cf. Jacobi, S.B.E., xv., p. 256. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy