________________
८४
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ કુંડગ્રામ વિદેહના રાજવંશની રાજધાની વૈશાલીન મુખ્ય ભાગ સિવાય અન્ય કોઈ હોઈ શકે નહિ.૧
મહાવીર અને વિદેહ વચ્ચે ઉપસ્થિત ગાઢ સંબંધના આ બધા ઉલે સિવાય જૈનશામાં કેટલાક બીજા મુદ્દાઓ પણ એમ પૂરવાર કરે છે કે વિદેહો જૈનધર્મમાં સારે રસ લેતા હતા. રાજતિષી નમિ વિષે ઉત્તરાધ્યયનસત્ર કહે છે કે :
नमी नमेइ अप्पाणं सक्खं सक्केण चोइओ।
चइऊण गेहं च वेदेहि सामण्णे पज्जुवट्ठिओ॥ નમિએ પિતાની જાતને નમ્ર બનાવી શકના અંગત પ્રેત્સાહનથી વિદેહના રાજાએ ઘર છોડ્યું અને શ્રમણ દીક્ષા અંગીકાર કરી.” ૨
આ ઉપરાંત કલ્પસત્ર પરથી આપણે જાણીએ છિએ કે વિદેહની રાજધાની મિથિલામાં મહાવીરે છ ચાતુર્માસ કર્યા હતાં જે બતાવે છે કે મહાવીર વિદેહિઓ સાથે કેટલા ગાઢ સંબંધમાં આવ્યા હતા. ટૂંકમાં તેમના વિષે જે આપણે જોયું તે પરથી એક વાત સ્પષ્ટ છે કે બધા નહિ તે વિદેહનો અમુક વિભાગ તે જૈનધર્મ જરૂર પાળતે હતે.
લિચ્છવિઓને વિચાર કરતાં આપણને જણાય છે કે ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિમાં પૂર્વ ભારતમાં તે એક મહાન અને શક્તિસંપન્ન જાતિ હતી; વળી એ વાતની પણ ના ન પાડી શકાય કે જ્ઞાતૃકોની સાથે તેઓ પણ મહાવીરના ઉપદેશની અસર નીચે આવ્યા હોવા જોઈએ. તેમની માતા ત્રિશલા ક્ષત્રિઓની લિચ્છવિ જાતિના વૈશાલીના રાજા ચેટકની બેન હતી અને પિતાના સંબંધથી મહાવીર પિતે જ્ઞાતૃક હતા. - અહીં એક પ્રશ્ન એ થાય છે કે જે ત્રિશલા લિચ્છવિ જાતિની રાજકુમારી હતી તે તેને શા માટે વિદેહદત્તા નામ આપવામાં આવ્યું હશે તે સમજાતું નથી. આ સંબંધમાં શક્ય સમાધાન એ જણાય છે કે વિદેહના નામથી પહેલેથી સુપ્રસિદ્ધ પ્રદેશની હોવાથી તે એમ કહેવાતી હશે અને આપણે હમણાં જોયું તેમ વૈશાલી વિદેહની રાજધાની હતી. ડૉ. રાયધરીના શબ્દોમાં કહીએ તે “વિદેહ રાજવંશના અધઃપતન પછી વજિજઓનું
1. “Kundagrāma, therefore, was probably one of the Suburbs of Vaisalī, the capital of Videha. This conjecture is borne out by the name Vesalie-i. c. Vaisaljka-given to Mahāvīra in the Sutrakrtanga, 1, 3. The commentator explains the passage in question in two different ways, and at another place a third explanation is given. ... Vaisālika apparently means a native of Vaiśāli: and Mahāvīra could be rightly called that when Kundagrāma was a suburb of Vaisāli, just as a native of Turnham Green may be called a Londoner."-Jacobi, op. and loc. cit.
2. Uttaradhyayana-Sutra, Lecture 1X, v. 61. Cf. it id., v. 62; Lecture XVIII, v. 45 (trans. Jacobi, S.B.E., xlv., pp. 41, 87). For a full description of the legendary tale of Nami see Meyer (J. J.), Hindu Tales, pp. 147–169.
3. Jacobi, Kalpa-Sutra, p. 113.
4. "In the opinion of several scholars Cetaka was a Licchavi. But the secondary names of his sister (Videhadatta) and daughter (Vede hi) probably indicate that he was a Videhan domiciled at Vesali."-Raychaudhuri, op. cit., p. 78, n. 2.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org