SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ સૂરિનું ખૂન કર્યાનું કહેવાય છે. વિચિત્ર વાત તે એ છે કે તે પણ પંથભેદની એજ તારીખ ઠરાવે છે. આમ બંને દંતકથાઓમાં બતાવેલ ભદ્રબાહુ વિષે કાંઈક સ્પષ્ટ ગેરસમજ કે અપૂર્ણતા રહી જાય છે અથવા તે તેમાં કઈ બીજા ભદ્રબાહુનો ઉલલેખ હવે જોઈએ, અથવા તો ઐતિહાસિક બાબતે માટે કાલક્રમને વિચાર કર્યા વિના તે દંતકથાઓ મૂકવામાં આવી છે. આ બંને દંતકથાઓ નિર્દોષ બને તે માટે ભટ્ટારક રાજનંદિએ ભદ્રબાહુને ચરિત્રમાં નીચેની વાતે ઉમેરી છે. ભદ્રબાહુના સમયમાં અર્ધફલક (અર્ધ વસ્ત્ર પરિધાન કરેલ) ના નામથી મતભેદ શરૂ થયો અને સ્થૂલભદ્ર જેણે આ ફેરફાર રજા કરનારની સામે થવા પ્રયત્ન કર્યો તેને મારી નાંખવામાં આવ્યા અને ઘણું સમયે વલ્લભીપુરના રાજાની રાણી ઉજજયિનીને રાજાની પુત્રી ચંદ્રલેખાના કારણે છેવટે તડ પડ્યાં. આના વિરોધમાં એક બીજી દંતકથા એમ કહે છે કે સ્થૂલભદ્રને પિતાનો દિગબરના નગ્નત્વના આગ્રહ સામે વિરોધ હતું અને તેના પછી તેના શિષ્ય મહાગિરિએ નગ્નતાના આદર્શને પુનજીવન આપ્યું. તે સાચા સાધુ હતા અને તે એમ માનતા હતા કે સ્થૂલભદ્રના શાસનમાં ધર્મમાં ઘણું શિથિલતા દાખલ થઈ ગઈ હતી.” તેમના આ પ્રચારકાર્યમાં સુહસ્તિએ વિરોધ કર્યો, જે સુહસ્તિ મહાગિરિના હાથ નીચે જૈનકેમના નેતાઓમાંના એક હતા.' વેતાંબર માન્યતા પ્રમાણે પથભેદનાં મૂળ નીચેનાં કારણોમાં દેખાઈ આવે છેઃ રહવીર ગામમાં શિવભૂતિ અથવા સહસ્ત્રમલ નામને એક માણસ રહેતે હતે. એક વખત તેની મા તેના પર ગુસ્સે થઈ, તેથી તે ઘર છોડી નાસી ગયે અને જૈન સાધુ થયે; એમ બન્યું કે તેની સાધુ તરીકેની દીક્ષા પછી રાજાએ તેને એક મૂલ્યવાન કામળી આપી અને તે તેનાથી અંજાઈ ગયે. આ જોઈ તેના ગુરુએ તેનું ધ્યાન તે તરફ દેર્યું અને ત્યારથી તે નગ્ન થઈ ગયે અને તેણે દિગંબર પંથે શરૂ કર્યો. તેની બહેન ઉત્તરાએ પણ પિતાના ભાઈને અનુસરવા 1. સીસે સીસેળ થવો ઘાઇન મુકો . . . etc–Devasenasuri, op. cil, v. 153, p. 38. Cf. Premi, op. cit., p. 56. 2. છત્તીસે વરસાદ . . . સોદું ૩quળ સેવકસંઘ . . . etc.-Devasenasuri, op. cil, v. 137. p. 35. C. Premi, ob, cit., p. 55. 3. Premi, op. cit., p. 60. According to the Digambaras, "under Bhadrabahu, the eighth age after Mahavira, the last Tirthankara, there rose the sect of Ardhaphālakas with laxer principles, from which developed the present sect of Svetämbaras (A.D. 80 )." -Dasgupta, op. cit, i., p. 170. 4. Stevenson (Mrs), p. cit., p. 73. 5. Ibid., p. 74. "I think that the divisions became marked from the time of Arya-Mahāgiri and Arya-Suhastin." --Jhaveri, Nirvana-Kalikā, Int., p. 7. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy