________________
મહાવીર અને તેમના સમય
૬૧
ઉપરાંત ડૉ. ચાકેાખીના જણાવ્યા પ્રમાણે મર્યાદિત રીતે એમ કહેવામાં વિધ નથી કે “ મહાવીરના સિદ્ધાંત પર વધારેમાં વધારે અસર મંખલીના પુત્ર ગેાસાલની થઈ છે;’૧. કેમ કે ગેાસાલના વ્યવહારુ તેમજ અન્યવહારુ જીવનની ખરેખરી અસર મહાવીરના મન પર થઈ હતી. ફરી કહીએ તેા વિચાર દૃષ્ટિએ ગેાસાલ પ્રારબ્ધવાદી હતા. એ એમ માનતા હતા કે “ ઉદ્યમ વા પરિશ્રમ વા પૌરુષ યા મનુષ્યબળ એવી કાંઈ વસ્તુ નથી, પણ એ વસ્તુ અપરિવર્તનીય નિશ્ચિત થઈ ચૂકેલી છે.” એના ચાલુ જીવનમાં એ અબ્રહ્મચારી હતા. આથી સ્વાભાવિક રીતે તેના જીવનના પાપમય વ્યાપારોથી સાધુસમાજને માટે સખ્ત નિયમે કરવાની જરૂર પડી; તેમજ પ્રારબ્ધવાદના સિદ્ધાંત ચારિત્રરહિત અનીતિમય જીવનરૂપે પરિણમવાને હતેાજ. જૈનધર્મ આ પ્રારબ્ધવાદને સ્વીકારતા નથી પણ તે એમ સૂચવે છે કે બધું જો કે કર્મથી નિશ્ચિત થાય છે તે પણ આપણે પોતે આપણા ચાલુ જીવન વડે પૂર્વકર્માને અસર પહોંચાડી શકીએ છીએ.’૪
66
આમ મહાવીરના જીવનપર કે સુધારેલા જૈનધર્મના સિદ્ધાંતાપર ગેાસાલની કાંઈ પણ અસર થઈ હાય તે! તે આટલા પૂરતીજ, નહિ કે તેથી કાંઈ અધિક. તે ઉપરાંત એટલું તે ઉમેરી શકાય કે જૈનધર્મના આ અનિષ્ટ મતભેદોના કારણે “ ભારતભરમાં એકધર્મચક્ર સ્થાપવાની મહાવીરની ભાવના નષ્ટ થઈ હતી.”પ
ગેાસાલ માટે આટલું અસ છે. આપણે જોયું છે કે મહાવીરના કેવલી તરીકેના ચૌદમા વર્ષમાં ગેાસાલ મરણ પામ્યા. આ બનાવ એમ બંધબેસતા થઈ પડે છે કે મહાવીરના કેલિપણાના ત્રીસ વર્ષમાંથી ચૌદ વર્ષ બાદ કરીએ તે તે મહાવીર પહેલાં સોળ વર્ષે મૃત્યુ પામ્યા. આ રીતે મહાવીરના નિર્વાણની તારીખ જે આપણે લગભગ ઇ. સ. પૂર્વે ૪૮૦ થી ૪૬૭ ઠરાવી છે તે પ્રમાણે ગેાસાલનું મૃત્યુ ઇ. સ. પૂર્વે ૪૬ થી ૪૮૩ લગભગ મૂકી શકાય. ભગવતીસૂત્રમાં જણાવ્યા પ્રમાણે ગેાસાલની આ તારીખને એ વાતથી ટેકો મળે છે કે તેનું મૃત્યુ તથા રાજા કૂણીય (અજાતશત્રુ) અને વૈશાલીના રાજા ચેડગ વચ્ચે અદ્વિતીય એવા હાથીના સ્વામિત્વના કારણે થયેલા યુદ્ધના અનાવે
1. Jacobi, p. ci{., Int., p. xxix.
2. Hoernle, Uāsagu-Dasão, i,, pp. 97, 115 116. Cf. bil., ii., pp. 109-110, 132.
3. Majjhima-Nikavya, ., 514 ff. Cf. Hoernle, E. R. E, i, p. 261.
4. Stevenson (Mrs), hit, p. €0. “ It was probably owing to Gośāla's conduct that Mahavira added a vow of chastity to the four vow of Parśvanātha's order . . . "—lbid., p. 59. f. also ibil., p. 185; Hoernle, Þ, ́., p. 264.
5. Sastri (Banerji), p. cit., p. 56. “From the 6th to the 3rd century B.c. Buddhism under a common leader spread all over India and beyond. Divided counsel crippled Jainism at the start. But the Jainas have the satisfaction of knowing that the once powerful Ajivikas survive only as a memory.”—Ibid., p. 58.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org