SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ ઉતર હિંદુસ્તાનમાં જૈનધર્મ ગોસાલ મખલિપુત્ત હતું, જે પાલી સૂત્રમાં ઉલ્લેખાયેલે બુદ્ધના છ પાખંડી પ્રતિસ્પર્ધાઓમાંના એક મંખલી ગોસાલો સાથે ઘટાડી શકાય તેમ છે. તેના અને તેણે સ્થાપેલ આજીવક સંઘ સંબંધમાં નહિ જેવું જાણવાનું મળે છે. “હજી પણ હયાતી ધરાવતા જૈન અને બુદ્ધિ એ બે મહાન સંઘની સંખ્યા અને મહત્ત્વમાં એક વખત હરિફાઈ કરનાર આ સંપ્રદાયના સિદ્ધાંત અને ક્રિયાકાંડ વિષે આપણે વાસ્તવિક રીતે અંધારામાં જ છીએ.” ગોસાલ પછી આપણે મહાવીરના જમાઈ જમાલિ, પવિત્ર તીસગુત્ત વગેરેનો વિચાર કરવાનો છે. ગેસલ પ્રથમ મહાવીરને રાજગૃહમાં મળ્યો અને ત્યાં તે તરતજ તેમને શિષ્ય થયે. તે શૈશાલામાં જન્મ્ય હતું તેથી ગેસાલ કહેવાતું હતું. તેને પિતા ભિક્ષક હતા. આ બધા સંજોગો આજીવક કહેવાતા ધાર્મિક ભિક્ષગણના સ્થાપકની વિનીત ઉત્પત્તિ બતાવવા પૂરતા છે." “સાતમા અંગમાં ગોસાલે સદ્દાલપુત્તને આજીવક સંપ્રદાયમાં સ્વીકાર્યાનું કહેવાય છે, તેમજ પાંચમા અંગ ભગવતીસૂત્રમાં તે સંપ્રદાયના મુખી ગેસલને વૃત્તાંત મળે છે. બુદ્ધ ઉપાલંભાર્થે વીણી કાઢેલ છ ભિક્ષુસંઘના નેતાઓમાંના એક તરીકે અનેક વાર પવિત્ર બૌદ્ધગ્રંથમાં ગોસાલ મખલિપુત્તને ઉલ્લેખ મળે છે; છતાં સ્પષ્ટ રીતે આજીવક સાથે સંબંધ ધરાવનાર તરીકે તેમાં કદી પણ તેને ઉલલેખ નથી; પરંતુ જૈન અને બૌદ્ધ એ બંને તેને સ્વતંત્ર ઈચ્છાશક્તિના અને નૈતિક જવાબદારીના નિષેધના તાત્ત્વિક સિદ્ધાંત (નિયતિવાદ) ના પ્રચારક તરીકે સ્વીકારે છે. આમ જૈન અને બૌદ્ધ પરંપરા આ બાબતમાં સ્પષ્ટ રીતે સમાન માન્યતા ધરાવે છે.” જે સમયને આપણે વિચાર કરીએ છીએ તે પ્રાચીન ભારતના ધાર્મિક જીવનને સંક્રાંતિ કાળ અર્થાત્ આપણા ઈતિહાસમાં બુદ્ધિવાદને યુગ હતો. આ એક ઉત્થાનને યુગ હતું જે સમયમાં સાલ મખલિપુત્ત, સંજય બેલડ્રિપુત્ત અને બીજા તત્ત્વવેત્તાઓ ઉત્પન્ન થયા હતા. ખરું જોતાં ભારતવર્ષ તે સમયે એવી 1. Jacobi, Kalpa-Sutra, Int., p. 1. 2. Hoernle, Uvāsaga-Dasão, ii., Int., p. xii. Cf. Bühler, 1. A., xx., p. 362. 3. "In the fourteenth year of Mahavira's office as a prophet his nephew and son-inlaw, Jamāli, headed an opposition against him, and similarly, two years afterwards, a holy man in the community, named Tisagutta, made an attack. Both these merely concerned trifles . . . . Jamāli, however, persisted in his heretical opinions till his death."-Charpentier, C. H. I., i., p. 163. 4. Kalpa-Sutra, Subodhika?ikā, p. 102. "Gośāla, son of a professional mendicant Marikhali, and his wife Bhaddā. He saw the light of day in the cowshed of the wealthy Brahmana Gobahula at Sävatthi." Sastri (Banerji), J. B. O. R. S., xii., p. 55. 5. The name “Ajivikas,” it appears, was originally meant to stigmatise Gosala and his followers as a professionals,” though no doubt in later times, when it became the distinctive name of a mendicant order, it has no longer that offensive meaning.--Hoernle, E. R. E, i., p. 259. 6. Ibid Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy