________________
અરે ! જેઓ પરમાત્માની ભક્તિ કરે છે તેઓ જ તે વાત સમજી શકે છે કે એ પ્રતિમા–પૂજનથી દુઃખ કેટલાં હળવા બને છે? આનંદ કેટલે ઊભરાવા લાગે છે? ચિત્તની પ્રસન્નતા અને આત્મરમણતાને કે મનમોહક સ્પર્શ થવા લાગે છે? - જે વસ્તુ સ્વાનુભવસિદ્ધ હોય ત્યાં તર્કના હડા. ગમે તેટલા પછાડાય; શુષ્ક દલીલના પ્રહાર ગમે તેટલા કરાય પરંતુ તે કદાપિ કારગત નીવડી શકે તેમ નથી.
જિનમૂર્તિ અને જિનાગમ – આ બે જ આ કાળમાં તરવાનાં સાધન છે. તેમાં ય જિનાગમ તે પૂજનીય સાધુ ભગવંતે વિના સાંભળવા ન મળી શકે; જ્યારે આ જિનમૂર્તિ તે બારમાસી ધર્મસાધુ ભગવંતના વિરહકાળમાં ય રેજ ત્રિકાળ મેહનો ક્ષય કરનારી, પુણ્યની વૃદ્ધિ કરનારી સાધના ઘરઆંગણે મળ્યા જ કરે.
સંસ્કૃતિને મૂલાધાર મંદિરે ? એક ચિંતકે સાચું જ ગણિત કર્યું છે કે, જે તમારે કઈ પ્રજાને ખતમ કરી નાખવી હોય તે તમે તેની, જીવાદોરી સમી સંસ્કૃતિને જ ખતમ કરી નાંખે. જે તમારે સંસ્કૃતિને ખતમ કરવી હોય તો તમે તેની જીવાદોરી સમાં મંદિરને જ ખતમ કરી નાંખે.”
મંદિરને તેડ્યા વિના સંસ્કૃતિને નાશ કદાપિ સંભવિત નથી, સંસ્કૃતિને ખતમ કર્યા વિના પ્રજાને નાશ કદી થઈ. શકનાર નથી, તે કહે છે, “કીલ સંસ્કૃતિ ટુ કીલ પીપલ એન્ડ કલ ટેમ્પલ્સ ટુ કીલ સંસ્કૃતિ.”
સા–૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org