________________
ચિત્ય એટલે ?
[૧] તીર્થ. [૨] તીર્થમાં રહેલું કે અન્યત્ર રહેલું] દેરાસર [૩] દેરાસરમાં રહેલી પ્રતિમા. [૪] પ્રતિમાથી સૂચવાતા અરિહંત પરમાત્મા. [૫] અરિહંત પરમાત્માના ગુણો.
તીર્થ, દેરાસરજી અને પ્રતિમા દ્વાર–અને તે પરમાત્મા અને તેમના ગુણોને વંદન કરીને વિપુલ શુભ સંવેદન પેદા કરવાનું છે. ચિત્યના આલંબનની અનિવાર્યતા
અધ્યાત્મસાર ગ્રંથમાં મહામહોપાધ્યાય શ્રીમદ્ યશેવિજયજી મહારાજાએ આલંબનને મહિમા ગાતાં જણાવ્યું છે કે, “જે આલંબન શુભ હોય તો પ્રાયઃ ભાવ શુભ જ જાગે છે; આથી જ વિકાસની પ્રાથમિક કક્ષાઓમાં આલંબનની ખૂબ જરૂર છે.
જે અશુભ આલંબન – જડ હોય તે પણ — વિકાર ઉખન્ન કરી શક્તા હોય તે શુભ આલંબનો – જડ હેઈને પણ – સંસ્કાર કેમ ઉત્પન્ન ન કરી શકે ? - શ્રી દશવૈકાલિક સૂત્રમાં, “ચિત્તભિત્તિ ન નિક્ઝાએ ગાથા દ્વારા સાધુને ભીંત ઉપર સુંદર રીતે દેરવામાં આવેલું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org