________________
૧૬૧
સ્થવીર નાગાર્જુને પણુ સૂત્ર-વ્યવસ્થાનું કામ હાથ ધર્યું ? અને પુનઃ ટના કરી.
એટલે જૈન-સૂત્રેાની કુલ ત્રણ વાચના થઇ. એક પાટલીપુત્રી, બીજી માથુરી અને ત્રીજી વાલભી.
કાલક્રમે પહેલાના સ`ઘયણા (શરીર--બંધારણેા) અને સ્મૃતિ આછાં થઈ ગયાં હતાં, તેથી સૂત્રેા કંઠસ્થ રાખવાં ભારે મુશ્કેલ જણાવા લાગ્યાં.
એટલે વીર–નિર્વાણ પછી ૯૮૦ મા વર્ષે વલભીપુરમાં દેવદ્ધિ ગણિ શ્રમાશ્રમણે જૈન શ્રમણુસંઘને એકઠો કર્યાં અને સૂત્રોને ગ્રંથારૂઢ કરવાનો નિર્ણય કર્યાં. એ નિર્ણય અનુસાર શ્રી દેવદ્ધિ ગણિ શ્રમાશ્રમણે સૂત્રને ફરી વ્યવસ્થિત કર્યાં ને તેને પુસ્તકારૂઢ કરાવ્યાં. આ વખતે પાટલીપુત્રી-વાચના તેા રહી જ ન હતી, પરંતુ માથુરી અને વાલભી અને વાચનાએ હયાત હતી અને તેમાં થોડા ફેર જણાતા હાવાથી સૂત્રો માથુરી-વાચના પ્રમાણે રાખ્યાં અને પાઠ~ ભેદોને તેમાં સમાવેશ કર્યાં. આજે ઉપલબ્ધ થતાં આગમા આ રીતે શ્રી દેઢિ ગણિ શ્રમાશ્રમણ દ્વારા સંપાદ્રિત થયેલાં છે.
આગમા ઉપર નિયુક્તિએ, ભાષ્યા, ચણિ`એ અને ટીકાએ રચાયેલી છે. મૂળ સૂત્ર સાથે તેને પંચાંગી કહેવામાં આવે છે. આ સાહિત્ય પૈકી નિયુક્તિઓ, ભાષ્યા અને ચૂણિ એ પ્રાકૃત ભાષામાં છે, જ્યારે ટીકાઓ મુખ્યતયા સંસ્કૃત ભાષામાં છે.
સા.-૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org