________________
દેવવન્દન–ભૂમિકા
ચૈત્યવન્દન અને દેવવન્દનમાં ફ્ક છે. જો કે ચૈત્યવન્દ્રન પણ એક પ્રકારનુ દેવવન્દ્રન જ છે; પરન્તુ ચૈત્યવન્દનમાં એક જ શકસ્તવ, એક નવકારના કાઉસ્સગ્ગ અને એક થાય આવે છે.
જ્યારે દેવવન્દન બાર અધિકાર સહિત હાય છે. તેને દેવવન્દન કહેવાની પરપરા છે. આ દેવવન્દન જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના હેાય છે.
રાઈએ પ્રતિક્રમણમાં તથા પચ્ચક્ખાણ પારતાં, દેવસિઅ પ્રતિક્રમણમાં ચઉસાય પછી અને સ્નાત્રપૂજાતિમાં જયવીયરાય સુધીનું' ચૈત્યવન્તન થાય છે.
જ્યારે દેવસિઅ પ્રતિક્રમણમાં શરૂઆતમાં અને રાઈઅ પ્રતિક્રમમાં વિશાળ લેાચન પછી ચાર થાયના દેવવન્દ્રન આવે છે. પૌષધ વગેરેમાં પાંચ શક્રસ્તવ અને આઠ થાયના દેવવંદન આવે છે.
ચામાસી ચૌદશે ૨૪ જિનના, જ્ઞાનપંચમીએ પાંચ જ્ઞાનની પ્રધાનતાવાળા, મૌન એકાદશીએ તીથ કરાના ૧૫૦ કલ્યાણકાવાળા દેવવન્તન થાય છે. વળી આયખિલની ઓળી કે અન્ય તપની ક્રિયાઓમાં દેવવન્તન કરવાના હાય છે.
卐
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org