________________
૧૪૩
જે મૂળનાયક ભગવંત સમક્ષ ચૈત્યવંદન કરવામાં આવે તે મૂલનાયકજી અધિકૃત–ભગવંત કહેવાય. તેમને ઉદેશીને પહેલી સ્તુતિ બોલાય. અહીં પાંચ જિનેને અનુલક્ષીને પહેલી સ્તુતિ રચાઈ છે.
બીજી સ્તુતિ સર્વ જિનને ઉદ્દેશીને બેલાય; કેમ કે બધા ય જિનેશ્વરે સરખા છે.
ત્રીજી સ્તુતિ જ્ઞાનની બેલાય. કેમ કે જિનેશ્વરદેવેએ જે જ્ઞાન પ્રરૂપ્યું છે તેના દ્વારા જગતના જનું હિત થાય છે.
ચોથી સ્તુતિ વૈયાવૃત્ય કરનાર દેવેના ઉપયોગ માટે બેલાય. શ્રુતદેવીને ઉદ્દેશીને આ સ્તુતિ બોલાય છે, કેમ કે તેમનું સ્મરણ જ્ઞાનાવરણીય કર્મને લપેપશમ કરનાર હોય છે. આથી અનેક મહાપુરુષએ તેમની આરાધના પણ કરી છે. [૧] શાસ્ત્રીય નામ : પંચ-જિન–સ્તુતિ [૨] લોકપ્રસિદ્ધ નામઃ કલ્યાણકંદં સ્તુતિ. [3] વિષયઃ અધિકૃતજિન, સર્વજિન, શ્રુતજ્ઞાન અને
મૃતદેવીની સ્તુતિ [૪] મહત્ત્વને ફલિતાર્થ :
જિન, જિનાગમ અને જિનાગમધમાં પ્રકાશક શ્રુતદેવી ભવ્યજી માટે ઉપકારક છે માટે તેમની સ્તવના કરવી જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org