________________
વિવિધ પરિત્યાગ કરતી વેળાએ ભાવમાં જે વિશ્વમાત્રના તરણતારણહાર જિનેશ્વર ભગવાન બનવાના છે તે તારકને આત્મા તેવા પરિત્યાગની પુણ્યવંતી વેળાએ સર્વ સિદ્ધ ભગવંતોને “નમે સિદ્ધાણં' પદ બોલીને નમસ્કાર કર્યા બાદ “સામાયિક–દંડક ઉચ્ચરે છે. અને તે રૂપે ચાવજીવના સામાયિકભાવની પ્રતિજ્ઞા કરે છે.
આ અંગે તત્ત્વાર્થસૂત્રની ભાષ્ય-કારિક ગાથા ૧૫ અને ૧૬ માં કહેવામાં આવ્યું છે કે– જન્મજરામરણd જગદશરણમભિસમય નિઃસારમ ફતમપહાય રાજ્ય શમાય ધીમાન પ્રવત્રાજ ! ૧૫ પ્રતિપદ્યાશુભશમન, નિઃશ્રેયસાધક શ્રમણલિમ . કૃતસામાયિકકર્મા, વ્રતાનિ વિધિવત્ સમારેષ્ઠ છે ૧૬ .
અર્થ -“જન્મ, જરા અને મરણથી પીડાતા જગતને અશરણુ અને નિસાર જેઈને એ મેધાવી પુરુષે વિશાળ રાજ્ય-સુખનો ત્યાગ કરીને પરમ-સમતા પામવા માટે પ્રવજ્યા ગ્રહણ કરી.
તે વખતે તેમણે અશુભને શમાવનારે અને કલ્યાણ માર્ગને સાધક એ શ્રમણને વેષ ધારણ કર્યો, તથા સામાયિક વ્રતને સ્વીકાર કરીને વ્રતને વિધિપુર:સર સ્વીકાર્યા.”
જે સામાયિક તારક તીર્થંકરદેવે ઉચ્ચરે છે તે જ સામાયિક આપણે ઉચ્ચરી શકીએ છીએ. કેવું પરમોચ્ચ કેટિનું આપણું સદ્ભાગ્ય!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org