________________
૧૧૨ પાંચ અનુષ્ઠાન :
આ લેકના સુખાદિના લક્ષથી જે ચૈત્યવંદન, સામયિક, પૂજા, યાત્રા, વિરતિની ધર્મક્રિયા કરવામાં આવે તે તે ધર્માનુષ્ઠાનેને વિષાનુષ્ઠાન કહેવામાં આવે છે. આ લોકનાં સુખાદિનું ચિત્તમાં જે લક્ષ છે તે ઝેર છે, તેનાથી શુભ-ચિત્તને તત્કાળ નાશ થાય છે.
જે પાકના સુખાદિના પ્રણિધાનથી ધર્મ કરાય તે તે ગરાનુષ્ઠાન બને છે. જે શુભ-ચિત્તને હણું તે નાંખે જ છે; પણ તત્કાલ હણું નાંખતું નથી.
આ લોક કે પરલક-એકેયન સુખાદિનું લક્ષ ન હેય અને મોક્ષનું ય લક્ષ ન હોય તેવા ધર્માનુષ્ઠાનેને અનનુષ્ઠાન કહેવામાં આવે છે; જે સંમૂર્ણિમ જીવની પ્રવૃત્તિ જેવા છે. જેને કેઈ વિશેષ અર્થ નથી. છતાં કયારેક બાળ-જીને વિકાસમાં કથંચિત્ ઉપાદેય બની શકે છે ખરું.
પણ જે ચૈત્યવન્દનાદિ ધર્મક્રિયાઓ મેક્ષના પ્રણિધાનથી–મેક્ષના હેતુથી કરવામાં આવે છે તે તેનું અનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાનમાં અસકિયા પ્રત્યે તીવ્ર અનાદર . અને સકિયા પ્રત્યે ભારે આદર હોય છે.
આનાથી પણ ચડીઆતું જે અનુષ્ઠાન છે તેને અમૃત-અનુષ્ઠાન કહેવામાં આવે છે. જેમાં ચિત્તની એવી પરમાનંદ-સ્થિતિ પેદા થાય છે કે તેમાં મેક્ષના પણ પ્રણિધાનને તે વિસરી જાય છે. ધર્મ કરતાં પ્રાપ્ત થતા આત્માનંદમાં જ એ ચિત્ત સંપૂર્ણતઃ ગરકાવ થઈ જાય છે. ”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org