SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ શંકા-સમાધાન કરે છે એનાથી જ સમજી શકાય છે કે એ આજ્ઞાથી નિરપેક્ષ છે. અલબત્ત, કોઈ કોઈ જીવો અજ્ઞાનતાના કારણે આવું કરતા હોય છે. પણ એ અવિધિ તો છે જ. આથી બીજા સમજુ જીવોએ આવી અવિધિ બંધ કરાવવી જોઇએ. અજ્ઞાનતાના કારણે આવું કરનારા સમજવા મળે તો તરત જ વિધિ મુજબ કરનારા બની જાય. શંકા- ૮૨. કાળાં કપડા પહેરીને પ્રભુ પૂજા કરી શકાય ? સમાધાન– ન કરી શકાય. કારણ કે શુભ વસ્ત્ર પહેરીને પૂજા કરવાનું વિધાન છે. કાળાં વસ્ત્રો લોકમાં અશુભ ગણાય છે. શંકા- ૮૩. મહોત્સવ પ્રસંગે મંદિર કે મંડપમાં કાળાં વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવાનો નિષેધ કરાય છે તેનું કારણ શું છે ? સમાધાન- લોકમાં કાળો કલર અશુભ ગણાય છે. તેથી જ વ્યવહારમાં “અમુકે આવાં કાળાં કામો કર્યા” એમ ખોટાં કામોને કાળાં વસ્ત્રો પહેરીને પ્રવેશવાનો નિષેધ કરાય છે, પણ તાત્ત્વિક દષ્ટિએ કાળાં વસ્ત્રો પહેરીને પ્રવેશવાની મનાઈ છે એનો અર્થ “કાળાં કામો કરીને એ કાળાં કામોને છુપાવવા માટે પ્રવેશવાની મનાઈ છે' એવો પણ કરી શકાય. શંકા- ૮૪. પૂજા અને સામાયિકનાં વસ્ત્રો જીર્ણ થયા પછી તેનું શું કરી શકાય ? સમાધાન– બીજા કોઈ પણ કામમાં આ વસ્ત્રોનો ઉપયોગ કરી શકાય અથવા પરઠવી શકાય. પરઠવવાનો વિધિ રૂબરૂ સાધુ ભગવંતો પાસેથી જાણી લેવો. શંકા- ૮૫. જિનપૂજામાં સાત પ્રકારની શુદ્ધિ રાખવાનું કહ્યું છે, એ સાત પ્રકારની શુદ્ધિ કઈ છે ? સમાધાન– શ્રાવકે જિનપૂજામાં ધનની, વસ્ત્રની, ક્ષેત્રની, મનની, વચનની, કાયાની અને પૂજાનાં ઉપકરણોની એમ સાત પ્રકારની શુદ્ધિઓ પાળવી જોઇએ. (૧) ધનશુદ્ધિ– ધન અનીતિ આદિથી કે અનુચિત ધંધાથી મેળવેલું ન હોવું જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy