________________
૧૪
શંકા-સમાધાન
પૂજા કરવી એવું બોર્ડ મારી શકાય તથા ટ્રસ્ટીઓએ શક્ય બને તો આરાધકોને શુદ્ધ બરાસ મળે તેવી સગવડ કરી આપવી જોઇએ.
શંકા- ૩૭. સાધન કરીને તીર્થયાત્રા કરવા નીકળવાનું થાય, ત્યારે એક કરતાં વધુ સ્થળે પૂજા કરવાનો લાભ મળે, આ વખતે ઘસેલું કેસર ખૂટી જાય એવું બને છે. આથી આવા સંયોગોમાં એવું થઇ શકે કે ઘરે ઘણું બધું કેસર-સુખડ ઘસીને, સૂકવીને તેનું ચૂર્ણ સાથે લઇ લેવામાં આવે અને જરૂર પ્રમાણે તે ચૂર્ણમાં પાણી નાખીને કેસર બનાવીને તેનાથી પૂજા કરવામાં કોઇ દોષ ખરો ?
સમાધાન– આમ ન કરાય. આવું કૈસર-સુખડ તાજું તો ન જ ગણાય. શક્ય હોય ત્યાં સુધી પ્રભુજીની પૂજા તાજા દ્રવ્યોથી કરવી જોઇએ. આમાં બીજી વાત એ છે કે ખોટી પરંપરા ચાલવાનો સંભવ છે. એકને જોઇને બીજો તેમ કરે. બીજાને જોઇને ત્રીજો તેમ કરે. પછી તો એવું પણ બને કે સ્થાનમાં પણ કેસર-સુખડ રોજ રોજ ઘસવા એના કરતાં એકી સાથે ઘણું કેસ૨-સુખડ ઘસીને તેનાથી રોજ પૂજા કરવાનું શરૂ થઇ જવાનો સંભવ રહે. માટે કેસર-સુખડના પાઉડરમાં પાણી નાખીને તૈયાર થયેલા કેસરથી પૂજા કરવામાં દોષ છે. તીર્થસ્થળમાં વાટેલું કેસર ખૂટી જાય, તો પુષ્પ-પૂજાનો લાભ લઇ શકાય.
શંકા- ૩૮. જે કેસરથી મૂળનાયક સિવાય બીજા ભગવાનની પૂજા કરી હોય તે કેસરથી મૂળનાયક ભગવાનની પૂજા થઇ શકે ?
સમાધાન– થઇ શકે.
શંકા— ૩૯. જે કેસરથી સિદ્ધચક્રજીની પૂજા કરી હોય તે કેસરથી બીજા ભગવાનની પૂજા થઇ શકે ?
સમાધાન થઇ શકે, કારણ કે ભગવાનની પૂજા એટલે ભગવાનના ગુણોની પૂજા. સિદ્ધચક્રજી ગુણ સ્વરૂપ હોવાથી સિદ્ધચક્રજીની પૂજા એ ગુણોની પૂજા છે. એથી સિદ્ધચક્રજીની પૂજા કર્યા પછી ભગવાનની પૂજા થઇ શકે.
શંકા– ૪૦. ગૌતમ સ્વામી વગેરે ગુરુમૂર્તિની પૂજા કર્યા પછી અરિહંતપ્રતિમાની પૂજા એ જ કેસરથી થઇ શકે ?
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org