________________
સામાન્ય જિજ્ઞાસુઓ તે તે કાળે ઉપસ્થિત થતાં પ્રશ્નો પૂછાવતા હોય છે, અને ઉત્તરદાતા પણ તે તે કાળને અનુલક્ષીને તેના ઉત્તરો આપતા હોય છે. આમ છતાં પૂજયશ્રીએ આ શંકા-સમાધાનમાં શાસ્ત્રાધારે સમાધાન આપવાનું ઉચિત ગણી શક્ય તેટલું સમાધાન શાસ્ત્રાધારે આપ્યું છે. લગભગ ૧૧ વર્ષ સુધી કલ્યાણ' માં આવેલા શંકા-સમાધાન વિભાગને તે-તે વિષયનું સર્વાગી સમાધાન એક સાથે મળી રહે તે માટે વિષયવાર વિભાગ કરી આપવાની કોશિષ કરી છે. આમ છતાં આમાં ક્યાંક ક્ષતિ રહેવા પામી હોય એ સુશક્ય છે. આવી કોઈ ક્ષતિ ધ્યાનમાં આવે તો મને જણાવવા વાંચક વર્ગને વિનંતી કરું છું. - સૌ કોઈ આ શંકા-સમાધાન પુસ્તકનું વારંવાર વાંચન કરે અને પોતાના મનમાં ઉદ્ભવતી શંકાનું સમાધાન કરે એ જ અભિલાષા,..
- રાજશેખરસૂરિચરણકિંકર મુનિ ધર્મશેખરવિજયગણી
» વિમોચન નિમિત્ત છે પૂજ્યશ્રી પાલીતાણામાં ઓશવાળ યાત્રિક ગૃહમાં વિક્રમ સંવત ૨૦૬૭ ચૈત્ર વદ-૪, ગુરુવાર, તા. ૨૧-૦૪-૨૦૧૧ ના - રોજ કાળધર્મ પામ્યા અને પાલીતાણામાં જ શ્રી કસ્તુરધામ - નિલમ વિહારના પરિસરમાં પૂજ્યશ્રીનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. જે સ્થળે અગ્નિસંસ્કાર કર્યો તે જ સ્થળે પૂજ્યશ્રીનું | ગુરુમંદિર બન્યું અને આજ રોજ એટલે કે વિક્રમ સંવત ૨૦૬૮, પોષ વદ-૧૩, શનિવાર, તા. ૨૧-૦૧-૨૦૧૨ ના ગુરુમંદિરમાં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા થઇ. આ નિમિત્તને પામીને પૂજયશ્રીનું આ -શંકા-સમાધાન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.