SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ શંકા-સમાધાન અણાહારી સંબંધી શંકા-સમાધાન શંકા ૬૦૫. અણાહારી દવા વાપરવામાં શો વિધિ છે ? તે જણાવવા કૃપા કરશો. સમાધાન– (૧) અણાહારી દવા ઉપવાસ વગેરે પચ્ચક્ખાણમાં પણ લઈ શકાય છે. (૨) પણ પાણી સાથે ન લેવાય. પાણી સાથે અણાહારી દવા લેવાથી આહારી થઈ જાય અને એથી પચ્ચકખાણનો ભંગ થાય. (૩) અણાહારી દવા લીધા પછી બે ઘડી (૪૮ મિનિટ) સુધી પાણી ન વાપરી શકાય. પાણી વાપર્યા પછી તુરત અણાહારી દવા લઈ શકાય. પણ અણાહારી દવા લીધા પછી બે ઘડી સુધી પાણી ન વપરાય એ નિયમ છે. (૪) કેટલાક મુક્રિસહિએ પચ્ચકખાણ કરીને જ અણાહારી દવા લઈ શકાય એમ બોલતા હોય છે. પણ આ બરોબર નથી. મુહિસહિએ પચ્ચખાણ કરીને જ અણાહારી દવા લઈ શકાય એવો કોઈ નિયમ નથી. શંકા- ૬૦૬. અણાહારી દવા લેવી હોય તો “મુકિસહિઅં” પચ્ચકખાણ લઈને જ લેવાય ? સમાધાન અણાહારી દવા “મુકિસહિએ પચ્ચકખાણ લીધા વિના પણ લઈ શકાય. અણાહારી દવા લેતાં પહેલાં “મુકિસહિઅં” પચ્ચક્ખાણ કરવું જ જોઈએ એવો નિયમ નથી. શંકા- ૬૦૭. હમણાં હમણાં કેટલેક ઠેકાણે સૂકા આમળાં અણાહારીમાં વપરાય છે, તો તે અણાહારી છે કે કેમ ? સમાધાન– આમળાં અણાહારી નથી. શંકા- ૬૦૮. એલોપથી ગોળીઓ સ્વાદ વિનાની કડવી-તૂરી હોય તો અણાહારી તરીકે ખપી શકે ? સમાધાન– ખપી શકે, એમ જણાતું હોવા છતાં ઉપયોગ કરતાં પૂર્વે ગીતાર્થ-ગુરુને પૂછ્યા વિના ઉપયોગ ન કરવો. શંકા- ૬૦૯. અણાહારી વસ્તુઓમાં લીંબડા વગેરેને ગણાવ્યા છે, તો એ લીમડાના પાન સૂકા લેવા કે લીલા લેવા ? સમાધાન– સૂકા લેવા એમ સંભવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy