________________
શંકા-સમાધાન
૨૪૯
સમાધાન– કોઈને પણ ફોસલાવીને-પટાવીને ઉપધાનમાં ન બેસાડી શકાય પણ સમજાવીને-પ્રેરણા કરીને ઉપધાનમાં બેસાડી શકાય. ફોસલાવવું-પટાવવું અને સમજણ-પ્રેરણામાં ઘણો ભેદ છે. સમજાવીનેપ્રેરણા કરીને આઠ વર્ષના કે તેનાથી પણ નાની ઉંમરના બાળકને ઉપધાનમાં બેસાડી શકાય અને ૭૦ વર્ષના કે તેથી પણ મોટી ઉંમરના વૃદ્ધને પણ ઉપધાનમાં બેસાડી શકાય. તેમને કોઈ વિધિની ખબર ન હોય અને માત્ર નવકાર આવડતો હોય તો પણ ઉપધાનમાં બેસાડી શકાય. જેનું ભાવિમાં કલ્યાણ થવાનું હોય તેવા જીવને જ સમજાવીનેપ્રેરણા કરીને ઉપધાનમાં બેસાડી શકાય. જેનું ભાવિમાં કલ્યાણ ન થવાનું હોય તે જીવને ગમે તેટલું સમજાવવામાં આવે કે ગમે તેવી પ્રેરણા કરવામાં આવે તો પણ તે જીવ ઉપધાનમાં ન બેસે.
જેમને નવકાર સિવાય એકેય સૂત્ર ન આવડતું હોય અને વિધિની કોઈ ખબર ન હોય તેવા કેટલાય બાળકો-વૃદ્ધો વગેરે બીજાના સમજાવવાથી અને પ્રેરણાથી ઉપધાનમાં બેસીને ઘણું ઘણું શીખી જાય, ઘણું ઘણું પામી જાય તેવા અનેક દૃષ્ટાંતો આજે પણ બને છે.
શંકા- ૨૯૩. ઉપધાનમાં કે પૌષધમાં નવકાર-પંચિંદિયથી સ્થાપેલા સ્થાપનાચાર્યની સમક્ષ બધી ક્રિયા કરી શકાય ?
સમાધાન- ઉપધાનમાં ન કરી શકાય. ઉપધાનમાં મહાનિશીથસૂત્રના યોગ કરી લીધા હોય તેવા સાધુથી પડિલેહણા કરાયેલા પ્રતિષ્ઠિત સ્થાપનાચાર્ય જ જોઇએ. ચાલુ પૌષધમાં પ્રતિષ્ઠિત સ્થાપનાચાર્ય ન હોય તો નવકાર-પંચિંદિયથી સ્થાપેલા સ્થાપનાચાર્યની સમક્ષ સર્વક્રિયા કરી શકાય. પૌષધ વિનાના શ્રાવકો પ્રતિક્રમણ કરી શકે.
શંકા- પ૯૪. ઉપધાનનો નકરો કયા હેતુથી લેવાય છે ? એ રકમ દેવદ્રવ્ય ખાતે લઈ જવાનો હેતુ શો ?
સમાધાન- આના કારણો કોઇ ગ્રંથમાં વાંચવામાં આવ્યા નથી. આમ છતાં વિચાર કરતાં જણાય છે કે, ઉપધાનમાં કુલ ચાર વખત નાણ માંડવાની આવે છે. એ નાણમાં ચાર દીપકો કરવાના હોય છે. ચોખાના સાથિયા પણ કરવાના હોય છે. દીપક અને સાથિયા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org