________________
શંકા-સમાધાન
૨૪૭
આ વિષયમાં બધી વિગત ગીતાર્થ ગુરુઓ સમક્ષ રજૂ કરવી અને એમના માર્ગદર્શન મુજબ વર્તવું.
ઉપધાન સંબંધી શંકા-સમાધાન
શંકા- ૫૯૧. સેનપ્રશ્ન ગ્રંથમાં ૫૫૪મો પ્રશ્ન આ પ્રમાણે છે“ઉપધાનમાં પ્રવેશેલા શ્રાવક-શ્રાવિકાને કલ્પસૂત્ર વાચનના પાંચ દિવસમાં નીકળવું કલ્પે કે નહિ ?” તેનો ઉત્તર આ પ્રમાણે છે“મોટા કારણ સિવાય તે પાંચ દિવસોમાં ઉપધાનમાંથી નીકળાય નહિ. જો કોઇ કારણે નીકળી જવું પડે તો આરંભનો ત્યાગ રાખે.”
પૂજ્ય નીતિસૂરિજી મ.ના શિષ્ય પંન્યાસ શ્રી હર્ષવિજયજી સંપાદિત ઉપધાન વિધિ પ્રત કે જેનું પ્રકાશન વિ.સં. ૧૯૯૨માં થયું છે, તેમાં માળારોપણ વિધિ વિભાગમાં “દસરાહા પછી માલા પહેરવી સૂજે” એમ લખ્યું છે.
આ બંને લખાણોથી નિશ્ચિત થાય છે કે ચાતુર્માસમાં દશેરા પહેલા પણ ઉપધાન થઇ શકે. તો પછી દશેરા પહેલાં ઉપધાન શરૂ ન થઇ શકે એવી પ્રથા ક્યારથી શરૂ થઇ ?
સમાધાન– વિચાર કરતાં જણાય છે કે પહેલાં આજની જેમ સામુદાયિક ઉપધાન કરવાની પ્રથા કદાચ નહિ હોય. એથી ઉપધાન કરનારાઓની સંખ્યા ઓછી રહેતી, અને મૂળવિધિથી ઉપધાન કરનારાઓની સંખ્યા ઠીક ઠીક હતી. એથી ચોમાસામાં બહાર સ્થંડિલ જવામાં વરસાદની વિરાધનાનો પ્રશ્ન રહેતો નહિ. સહનશીલ અને નીરોગી શરીરના કારણે અવસરે વરસાદના કારણે વહેલા-મોડા જવામાં પણ તકલીફ રહેતી નહિ. નીવિ કરવાની હોય ત્યારે સામુદાયિક નીવિ નહિ હોવાના કારણે વરસાદના દિવસોમાં ઉપાશ્રયમાં બીજાઓ લઇ આવે એટલે નીવિ કરવામાં જવામાં પણ વરસાદની વિરાધનાનો પ્રશ્ન ન હતો.
જ્યારે વર્તમાનમાં સામુદાયિક ઉપધાન થતા હોવાથી અને આપવાદિક વિધિથી થતા હોવાથી ચોમાસામાં બહાર સ્થંડિલ જવામાં
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International