________________
શંકા-સમાધાન
૨૩૩
સમાધાનનું અધિક માસમાં પણ અષાઢ સુદ ૧૪થી બેમાસી તપ શરૂ કરવો જોઇએ. બે માસી તપનો હેતુ એ છે કે અ.સુ.૧૪ થી ભા.સુ. ૧૪ સુધી તપ કરવો. આથી અધિક માસમાં પણ અ.સુ.૧૪ થી શરૂ કરીને (શ્રાવણ માસ અધિક હોય તો) ભા.સુ.૧૪ સુધી (અને ભાદરવો માસ અધિક હોય તો દ્વિતીય ભાદરવા સુદ-૧૪ સુધી) આ તપ કરવો જોઇએ. અધિક માસની ગણતરી થતી નથી. આથી જ ચાતુર્માસમાં પાંચ માસ દશ પખવાડિયા અને ૧૫૦ દિવસ થવા છતાં ચોમાસાના ખામણામાં ચાર માસાણં, આઠ પફખાણ, ૧૨૦ રાઇદિયાણ એમ બોલવામાં આવે છે.
શંકા- ૫૪૫. વીરાસન તપને કાયક્લેશ તપ કેવી રીતે ગણવો?
સમાધાન– જેનાથી કાયાને ક્લેશન=કષ્ટ) થાય તે કાયક્લેશ તપ કહેવાય. વીરાસનથી કાયાને કષ્ટ થાય છે. તેથી વીરાસન કાયક્લેશ તપ કહેવાય. શંકા- ૫૪૬. તીર્થંકર બનવા માટે કયો તપ કરવો જોઈએ ?
સમાધાન- આ માટે વીસ સ્થાનક તપ કરવો જોઇએ. દરેક તીર્થકર તીર્થકર બનવાના પૂર્વના ત્રીજા ભવે વીસ સ્થાનકની કે કોઈ એકાદ સ્થાનકની આરાધનાપૂર્વક “સવિ જીવ કરું શાસન રસી” એવી ઉત્કટ ભાવનાથી ભાવિત બનીને તીર્થંકર નામ કર્મ બાંધે છે. પછી ત્રીજા ભવે તીર્થકર થાય છે.
શંકા ૫૪૭. સ્વર્ગમાં જઈને આ પૃથ્વી ઉપર ઉપકાર કરવા આવી શકાય અને સમ્યગ્દષ્ટિ આત્માઓને મદદ કરી શકાય એવો તપ આ ભવમાં કરી શકાય, તો તેની વિધિ વગેરે જણાવવા કૃપા કરશો.
સમાધાન– આવી કોઈ વિધિ શાસ્ત્રમાં નથી. ખરી વાત એ છે કે તપ સ્વહિત માટે કરવો જોઇએ. તેમ કરતાં દેવલોકનું આયુષ્ય બંધાય અને દેવલોકમાં ગયેલો તે જીવ જાગ્રત રહે તો આ પૃથ્વી ઉપર ઉપકાર કરવા આવી શકે. જાગ્રત દેવ પૃથ્વી ઉપર આવીને કે દેવલોકમાં રહીને પણ પૃથ્વી ઉપર ઉપકાર કર્યાના ઘણા દાંતો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org