________________
૨૩)
શંકા-સમાધાન
શંકા- ૫૩૪. સંવચ્છરી, પફખી, અષ્ટમી, જ્ઞાનપંચમી અને રોહિણીના તપો જેણે જિંદગી સુધી ઉચ્ચર્યા હોય તે રોહિણી આગળ કે પાછળ આવે ત્યારે છઠ્ઠ કરવાની શક્તિ ન હોય તો શું કરે ?
સમાધાન– સર્વથા છઠ્ઠ કરવાની શક્તિ ન હોય તો જે તપ પહેલો આવે તે પહેલો કરે અને બાકી રહેલો તપ પછીથી કરી આપી શકે છે.
શંકા- પ૩૫. વીશસ્થાનક તપમાં ૧૦ વર્ષથી વધારે વર્ષ થાય તો ચાલે ? કે ૧૦ વર્ષમાં જ આ તપ પૂરો થવો જોઇએ ?
સમાધાન વીસસ્થાનક તપ ૧૦ વર્ષમાં પૂરો કરવો જોઇએ. જો ૧૦ વર્ષમાં પૂરો ન થાય, તો ફરીથી આ તપ કરવાની વર્તમાનમાં આચરણા છે.
શંકા- પ૩૬. તીર્થંકર પરમાત્મા બનનાર આત્મા પૂર્વથી ત્રીજા ભવે શ્રીવીશસ્થાનક તપ કરે અને “સવિ જીવ કરું શાસન રસી' એવી ભાવના ભાવે, આવું બધું વાંચવા મળે છે, પણ શ્રેણિક મહારાજા હવેની ચોવીશીમાં પ્રથમ તીર્થંકર થવાના છે તો તેમણે વીશસ્થાનક તપ કર્યાનું જાણવા મળતું નથી. આમ કેમ ? વીશસ્થાનક તપ અને સવિ જીવ કરું શાસનરસી એવી ભાવના વિના પણ તીર્થંકર નામકર્મ બંધાઈ શકે ખરું?
સમાધાન- શ્રેણિક મહારાજાએ અરિહંત પદની ચઢતાભાવે આરાધના કરી હતી. તીર્થકરનો જીવ વીશે વીશ સ્થાનકની આરાધના કરે જ એવો નિયમ નથી. એક-બે-ત્રણ વગેરે સ્થાનકોની પણ આરાધના કરે. કેટલાક તીર્થકરના જીવો વીશે વીશ સ્થાનકોની પણ આરાધના કરે, આથી તીર્થકરના જીવો તીર્થંકર થવાના પૂર્વના ત્રીજા ભવે વીશસ્થાનક તપની આરાધના કરે, એવું સામાન્યથી બોલવા લખવામાં આવે છે. શ્રેણિક મહારાજાને અવિરતિનો ગાઢ ઉદય હોવાથી એકાસણું વગેરે તપ કર્યા વિના પણ એમણે અરિહંત પદની આરાધના કરી. આ અપવાદ રૂપ છે.
વીશસ્થાનક તપની આરાધના કરવા છતાં જો સવિ જીવ કરું શાસન રસી એવી ચઢતા ભાવે ભાવના ન થાય અને એ ભાવના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org