________________
શંકા-સમાધાન
૨૧૫
સમાધાન– એક જ કડા વિગઇ ગણાય. કારણ કે કડા વિગઇ અલગ (સ્વતંત્ર) વિગઇ તરીકે ગણાય છે. એટલે તળ્યા વિનાની વસ્તુમાં થી આદિની પ્રધાનતા હોવાથી ઘી આદિ વિગઇ તરીકે ગણાય, પણ ઘી આદિમાં તળવાથી વસ્તુ સ્વતંત્ર નવી વિગઇ ગણાય છે. (જુઓ વિવિધ પ્રશ્નોત્તર ભા.૧ પ્ર.૫૩)
શંકા- ૪૯૮, શીખંડ ક્યારે અભક્ષ્ય બને ?
સમાધાન– બે રાત વીતી ગયેલું દહીં અભક્ષ્ય છે. આથી બે રાત વીતી ગયેલા દહીંમાંથી બનાવેલ શીખંડ પણ અભક્ષ્ય છે. બજારનો તૈયાર શીખંડ મોટાભાગે અભક્ષ્ય હોય છે. બે રાત નહિ વીતેલા દહીંમાંથી બનાવેલ શીખંડ ભક્ષ્ય છે પણ શીખંડ જે દિવસે બનાવ્યું હોય તે જ દિવસે ભક્ષ્ય છે. બીજા દિવસે શીખંડ અભક્ષ્ય બને છે. શુક્રવારે સૂર્યોદય બાદ જમાવેલું દહીં શનિવારે ખપી શકે છે પણ શુક્રવારે સૂર્યોદય બાદ બનાવેલું શીખંડ શનિવારે ન ખપી શકે. આ ભેદનું કારણ એ છે કે દહીંમાં ખટાશ છે. શીખંડમાં ખટાશ નથી. શંકા- ૪૯૯. ફાગણ ચોમાસી પછી નવા તલ પાક્યા હોય તો તે તલ ખપે કે નહિ ?
સમાધાન– ફાગણ ચોમાસી પહેલા ઓસાવ્યા વિનાના કોઇપણ પ્રકારના તલ કારતક સુદ ચૌદસ સુધી ન ખપી શકે. નવા પાકેલા તલ પણ ફાગણ સુદ ૧૪ પછી ઓસાવ્યા હોય તે પણ કા.સુ.૧૪ સુધી ન ખપે.
શંકા— ૫૦૦. મૂળાનો કંદ જમીનમાં થાય છે તેથી તે અભક્ષ્ય ગણાય તે બરોબર છે. પણ પાંદડાં તો ઉપર થાય છે તેથી પાંદડા અભક્ષ્ય કેમ ગણાય ?
સમાધાન શ્રાદ્ધવિધિ ગ્રંથમાં મૂળાના પાંચે ય અંગો ત્યાગ કરવા યોગ્ય છે એવો પાઠ હોવાથી મૂળાના પાંદડાં પણ અભક્ષ્ય છે. શંકા- ૫૦૧, પતરવેલિયાનો કંદ જમીનમાં થાય છે તો મૂળાની જેમ તેનાં પાંદડાં અભક્ષ્ય કેમ ગણાતા નથી ?
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org