________________
શંકા-સમાધાન
૨૦૩ અભક્ષ્ય છે. તેમાં પણ આજની ફોડેલી બદામ આજે ખપી શકે છે. આજની ફોડેલી બદામ “આજે જ તળી નાખી હોય તો ૧૫ દિવસ સુધી ચાલે. કાળી દ્રાક્ષ ચોમાસામાં ખપી શકે છે એમ કેટલાકો માને છે.
શંકા- ૪૪૮. સવારે મેળવણ નાંખે તો સાંજે તે દહીં ચાલે ? કે રાત પસાર થવી જરૂરી છે ?
સમાધાન– દૂધમાં મેળવણ નાખ્યા પછી જ્યારે દહીં બરોબર જામી જાય, દહીંનો સ્વાદ આવે, એટલે કે સહેજ ખટાશ જેવું થઈ જાય, ત્યારે દહીં ભક્ષ્ય બને. રાત પસાર થવી જ જોઈએ એવો કોઈ નિયમ નથી.
શંકા- ૪૪૯. રવિવારે રાતના દૂધ મેળવ્યું હોય, તો સોમવારે સવારે તૈયાર થયેલું એ દહીં કયા વાર સુધી ખપે ?
સમાધાન- રવિવારે રાતના મેળવેલા દૂધનું દહીં સોમવારે ખપી શકે, પણ તે દહીં મંગળવારે ન ખપી શકે.
શંકા- ૪૫૦. દૂધ મેળવ્યા પછી કેટલા સમયે તે દહીં વાપરી શકાય ? કારણ કે આજના વિજ્ઞાનના જમાનામાં દૂધ મેળવ્યા પછી કલાક બે કલાકમાં દહીં થઈ જાય તો તે રીતે વાપરી શકાય ?
સમાધાન– દહીંનો સ્વાદ આવે તેવું દહીં થઈ જાય પછી તે દહીં વાપરી શકાય. જો કે લઘુ પ્રવચન સારોદ્ધારની ૯૬મી ગાથામાં “વડપરોવરિ નાર્થ દિ સુદ્ધ હવ પૂગન્ન ય” એ પાઠના આધારે જમાવ્યા પછી ચાર પ્રહર પૂરા થાય ત્યારે જ દહીં શુદ્ધ અને ભક્ષ્ય બને છે. મારી સમજ મુજબ આ પાઠ શિયાળામાં ઠંડીના દિવસોની અપેક્ષાએ હોવો જોઇએ. ઠંડીમાં ચાર પ્રહર પહેલાં દહીં ન બને. દહીંનો સ્વાદ આવ્યો કે નહિ એવી કોઈને ખબર ન પડે એટલે ગ્રંથકારે સર્વસામાન્ય નિયમ લખી દીધો કે ચાર પ્રહર પછી દહીં શુદ્ધ અને કપ્ય બને. મેળવણ નાખ્યા પછી બે ઘડી બાદ જયાં સુધી દહીંનો સ્વાદ ન આવે ત્યાં સુધી તે અભક્ષ્ય છે અને દહીંનો સ્વાદ આવે એટલે ભક્ષ્ય બને એવું મારા જાણવામાં આવ્યું છે. એટલે સાધુની ભૂલથી દહીં-છાશનો છાંટો દૂધમાં પડી જાય તો તે દૂધ બે ઘડી સુધીમાં વાપરી નાખવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org