________________
શંકા-સમાધાન
૧૬૯ ન જાય ત્યાં સુધીમાં છીંક આવે તો પ્રતિક્રમણ ફરી પહેલેથી શરૂ કરવાની પ્રવૃત્તિ જોવા મળે છે.
શંકા-૩૬૩. પફખી આદિ પ્રતિક્રમણમાં છીંક આવે તો માંગલિક માટે શ્રી સકલચંદ્ર ઉપાધ્યાયની રચેલી સત્તરભેદી પૂજા ભણાવવી જોઈએ?
સમાધાન– “પણી આદિ પ્રતિક્રમણમાં છીંક આવી હોય તો માંગલિક માટે શ્રી સંકલચંદ્ર ઉપાધ્યાયની રચેલી સત્તરભેદી પૂજા ભણાવવી.” એવું વિધાન કોઈ વિધિના ગ્રંથોમાં નથી, વળી પ્રતિક્રમણમાં છીંક આવે એટલા માત્રથી અમાંગલિક થાય એવી માન્યતા યોગ્ય જણાતી નથી. આમ છતાં વર્તમાનમાં છીંક આવે તો કાઉસ્સગ્ન કરવા વગેરેની આચરણા હોવાથી તેનું પાલન કરવું જોઇએ પણ ફરજીયાત પૂજા ભણાવવાનું યોગ્ય જણાતું નથી.
શંકા- ૩૬૪. પફખી પ્રતિક્રમણમાં સકલ સંઘને “મિચ્છા મિ દુક્કડ” આપવાની વિધિ છે. “મિચ્છા મિ દુક્કડ” આપવા માટેની બોલી બોલાય છે, તે વિધિ અનુસાર છે ?
સમાધાન– ધર્મસંગ્રહ વગેરેમાં જણાવેલ વિધિ પ્રમાણે અભુઢિઓ બોલવા દ્વારા પ્રત્યેક સાધુને ખમાવવાના છે. એ રીતે શ્રાવકોએ પણ બધા શ્રાવકોને ખમાવવાના છે. આજે સાધુઓમાં પ્રત્યેકના ખમાવવાના સ્થાને ત્રણને ખમાવવાની આચરણા છે. શ્રાવકોને ખમાવવાનો શાસ્ત્રોક્ત વિધિ આજે થતો નથી. આથી આજે સકલ સંઘને “મિચ્છા મિ દુક્કડ આપવાની આચરણા છે. ગીતાર્થોની આચરણા પણ વિધિરૂપ કહેવાય. હવે જો સકલ સંઘને “મિચ્છા મિ દુક્કડં” આપવું એ વિધિરૂપ છે તો તેની બોલીને પણ વિધિ અનુસાર ગણવામાં બાધ જેવું જણાતું નથી.
શંકા– ૩૬પ. પક્ખી, ચોમાસી અને સંવત્સરીના ખામણાં કેટલા દિવસ સુધી કરી શકાય ?
સમાધાન– પફખી ખામણા બીજ સુધી, ચોમાસી ખામણા પાંચમ સુધી અને સંવચ્છરીના ખામણા દશમ સુધી કરી શકાય એમ સેનપ્રશ્ન ગ્રંથમાં જણાવ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org