SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શંકા-સમાધાન જો નાની ઉંમરના શિક્ષક આ રીતે વડીલને માન આપે, તો તે વડીલ વગેરેના પ્રેમનું સંપાદન કરે અને પાઠશાળાના વિદ્યાર્થીઓને પણ વિનય કરવાનો બોધપાઠ આપી શકે. આ રીતે માન્ય પુરુષોને માન આપનાર શિક્ષક સૌને પ્રિય બનીને પ્રગતિ સાધી શકે છે. શંકા- ૩૨૬. પ્રતિક્રમણ પૂરું થયા પછી સામાયિક પૂર્ણ થવામાં ૫ થી ૭ મિનિટની વાર હોય, તો એ સમયમાં શું કરવું ? અને શું ન કરવું ? સમાધાન- એ સમયમાં નમસ્કાર મંત્રનો જાપ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે થઈ શકે. નિરર્થક વાતો વગેરે ન કરાય. શંકા- ૩૨૭. સ્નાતસ્યા સ્તુતિ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજાના કૃતજ્ઞ શિષ્ય બાલચંદ્ર બનાવી છે. પ્રથમ સંઘે તે સ્તુતિ માન્ય કરી ન હતી. પણ બાલચંદ્ર કાળ કરીને વ્યંતર થવાથી તેણે સંઘને ઉપદ્રવ કર્યો. તેથી અવિરુદ્ધ વચન હોવાથી સંઘે માન્ય રાખીને પખી આદિ પ્રતિક્રમણમાં દાખલ કરી. અહીં અવિરુદ્ધ વચન એટલે શું ? સમાધાન– અવિરુદ્ધ વચન એટલે શાસ્ત્રથી વિરુદ્ધ ન હોય તેવું વચન. એ થોયમાં શાસ્ત્રથી વિરુદ્ધ કશું કહેવામાં આવ્યું નથી. શંકા- ૩૨૮. આપણે વ્યંતરના ઉપદ્રવથી ડરીને સ્નાતસ્યા) થોયને પફખી આદિ પ્રતિક્રમણમાં દાખલ કરી. તો શું આપણે એટલા ડરપોક હતા ? સમાધાન– કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના બાલચંદ્ર નામના શિષ્ય વ્યંતર થયા અને શ્રીસંઘને ઉપદ્રવ કરવા માંડ્યા. તેથી આ સ્તુતિ શ્રીસંઘે પફખી આદિ પ્રતિક્રમણમાં બોલવાનું સ્વીકાર્યું એ માત્ર કિંવદત્તી છે. કિંવદત્તી સત્ય જ હોય એવો નિયમ નથી. તેરમી સદીમાં એક બીજા પણ બાલચંદ્રસૂરિ થયા છે કે જેઓ અનેક મહાકાવ્ય-પ્રબંધોના કર્તા અને સમર્થ કવિ હતા. તેથી આ સ્તુતિના કર્તા તેરમી સદીમાં થયેલા બાલચંદ્રસૂરિ કેમ ન હોય ? (જુઓ પ્રબોધ ટીકા ભાગ ત્રીજો પૃષ્ઠ ૨૧૫) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy