________________
શંકા-સમાધાન
૧૩૧
અને તારા એમ પાંચ પ્રકાર છે. આમાં નવગ્રહો ગ્રહજાતિના
જ્યોતિષ્ક દેવો છે. જો કે ગ્રહો ૮૮ છે. પણ તેમાં ૯ મુખ્ય છે તથા સૂર્ય વગેરે સાત ગ્રહોનો તેને વાર સાથે-દિવસની સાથે સંબંધ છે, અર્થાત્ તે તે દિવસોના નામ સાત ગ્રહો પ્રમાણે રવિવાર વગેરે પ્રસિદ્ધ બનેલ છે તથા તે તે તીર્થંકરના નામના જાપથી કે તે તે તીર્થંકરની પૂજાથી તે તે ગ્રહ પોતાનો વિપાક દર્શાવવામાં સમર્થ બનતા નથી. આથી જેને તે તે ગ્રહ નડતો હોય તેને તે તે દિવસે તે તે તીર્થકરની આરાધના-પૂજા પણ પુણ્ય સહાયક હોય તો જ ગ્રહની શાંતિ કરવામાં નિમિત્તભૂત બની શકે.
અરિહંત ભગવંત અચિંત્ય શક્તિસંપન્ન છે. એથી એમની પૂજાથી દુષ્ટગ્રહો વગેરે અવશ્ય નિષ્ફળ બને અને સમાધિની પ્રાપ્તિ થાય. આથી જ એક મહાપુરુષે કહ્યું છે કે
“જિનેશ્વરોના ચરણોની પૂજાથી ગ્રહો નાશ પામે છે, ભયો જતા રહે છે, દુષ્ટ દેવો મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી, સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે.”
અહીં એટલું સમજી લેવાની જરૂર છે કે ગ્રહોની શાંતિ કરાવા પાછળ “સમાધિનો આશય હોય તો તે આરાધના હજી આત્મહિતમાં બાધક બનતી નથી. પણ જો સમાધિનો હેતુ જ ન હોય અને ભૌતિક સુખો મજેથી ભોગવી શકાય, સત્તા મેળવી શકાય, પ્રતિષ્ઠા-કીર્તિ વધારી શકાય વગેરે આશય હોય તો તે આરાધના આત્મહિતમાં બાધક બને છે, પરંપરાએ ભવભ્રમણ વધારવા દ્વારા દુ:ખ વધારનારી બને છે.
શંકા- ૨૮૫. પોતાને અંતસમયની આરાધના કરવી હોય, અગર બીજાને કરાવવી હોય તો શું કરવું જોઈએ તે જણાવવા કૃપા કરશો અથવા તેનું કોઈ પુસ્તક પ્રકાશિત થયું હોય તો તેનું નામ વગેરે જણાવવા કૃપા કરશો.
સમાધાન– અંતસમયે પુણ્યપ્રકાશનું સ્તવન, પદ્માવતી આરાધના, સમાધિસ્તોત્ર વગેરે સાંભળવું જોઈએ કે બીજાને સંભળાવવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org