________________
શંકા-સમાધાન
૧૨૫
ધર્મનું પરંપર ફળ- ધર્મનું પરંપર ફળ દેવગતિ વગેરે છે. ધર્મી આત્મા મરીને દેવગતિમાં ઉત્પન્ન થાય. ત્યાં વિશિષ્ટ સુખની સામગ્રી મળે. છતાં તે ધર્મને ન ભૂલે. ત્યાંથી ચ્યવન પામીને (દેવલોકમાંથી અવતરીને) મનુષ્ય ગતિમાં આવે. મનુષ્ય ગતિમાં ગમે ત્યાં ઉત્પન્ન ન થાય, પરંતુ આર્ય સંસ્કારોથી અને ધર્મના રંગથી રંગાયેલા ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉત્તમ પ્રકારની ભૌતિક સુખની સામગ્રી મળે છતાં તે જીવ તેમાં લેપાય નહિ. અંતે તે આત્મા આત્મસાધના કરીને મોક્ષ પામે. આમ અર્થ (ધન) અને કામ (ભૌતિક સુખો) પરંપર ફળો છે. આથી તે ફળો ધર્મ કરવાની સાથે જ મળે એવો નિયમ નથી.
ધર્મથી આ લોકમાં ભૌતિક લાભ પણ થાય. જો ઉત્કૃષ્ટ પરિણામથી ધર્મ કરવામાં આવે તો આ ભવમાં પણ અર્થ અને કામ એ બે ફળ મળે. કારણ કે અતિ ઉગ્ર પુણ્ય અને પાપ આ ભવમાં જ ફળ આપે એવો નિયમ છે. જેમકે શ્રીપાળ મહારાજાને નવપદની આરાધનાથી તે જ ભવમાં કોઢ રોગ દૂર થવા સાથે અઢળક ભૌતિક સંપત્તિ પણ મળી.
અતિ ઉગ્ર પુણ્ય અને પાપ આ ભવમાં જ ફળે, માટે જ પંચાશક ગ્રંથમાં ચૈત્યવંદન પંચાશકમાં કહ્યું છે કે વિધિની કાળજીપૂર્વક ચૈત્યવંદન કરવાથી પ્રાય: આ લોકમાં પણ ધન-ધાન્ય આદિની હાનિ (ઘટાડો) થતી નથી. અહીં પ્રાયઃ એટલા માટે કહ્યું છે કે તેવા જોરદાર નિકાચિત પાપકર્મના ઉદયવાળા જીવને આ લોકમાં ધન-ધાન્ય આદિની હાનિ થાય પણ ખરી. આમ છતાં તે આત્મા ધન-ધાન્ય આદિની હાનિમાં પણ પ્રસન્ન રહે છે. આથી પરલોકમાં તેને કોઈ આપત્તિ આવે નહિ. એટલે સામાન્યથી એમ કહી શકાય કે ધર્મથી આ લોકમાં ભૌતિક ફળો પણ મળે છે. રાગાદિ દોષોની હાનિ વગેરે આધ્યાત્મિક ફળ છે. ધન-ધાન્ય આદિની હાનિ ન થવી એ ભૌતિક ફળ છે. પણ ભૌતિક ફળ માટે “મળે જ' એવો નિયમ ન બાંધી શકાય. એટલે કે ધર્મ કરનાર દરેકને ભૌતિક લાભ થાય જ એમ એકાંતે ન કહી શકાય. પણ આધ્યાત્મિક લાભ થાય જ એમ એકાંતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org