________________
૧૧૪
શંકા-સમાધાન આવશ્યત નિયુક્તિ ગાથા-૮૮૭ની ચૂર્ણિમાં જણાવ્યું છે કે- નહીં પંચ મOિાયા નિડ્યા પર્વ નમુક્કારો વિ “જેમ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એ પાંચ અસ્તિકાય નિત્ય છે, તેમ નમસ્કારમંત્ર પણ નિત્ય છે.
નમસ્કાર મહામંત્ર શાશ્વત છે એની આનાથી વધારે કઈ સાબિતી જોઇએ ?
કોઈ પણ તીર્થકર જ્યારે તીર્થની સ્થાપના કરે ત્યારે નવકારમંત્રની અર્થથી તીર્થકરો રચના કરે છે અને ગણધર ભગવંતો શબ્દથી રચના કરે છે, એ દૃષ્ટિએ નવકારની આદિ ગણાય, પણ કાળના પ્રવાહની અપેક્ષાએ નવકાર અનાદિ છે. શાશ્વત છે. તેમાં પણ પ્રત્યેક તીર્થકરના શાસનમાં નવકાર મંત્રના શબ્દો અને અર્થ સમાન હોય છે. જો એમ ન હોય તો તેનાં શ્રવણથી જાતિસ્મરણ જ્ઞાન સંભવે નહિ.
જૈન સંઘમાં આદરણીય બનેલા સ્વ.પ.પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરે નમસ્કાર મહામંત્ર પૃષ્ઠ ૨૦૯માં લખ્યું છે કે- “નમસ્કાર મહામંત્રની એક વિશિષ્ટતા એ પણ છે કે સર્વકાળ અને સર્વક્ષેત્રોમાં તેનો સૂત્ર પાઠ એક સરખો જ રહે છે, અર્થાત્ સૂત્રથી પણ તેમાં ફેરફાર થતો નથી. તેથી જ જન્માંતરમાં જાતિસ્મરણાદિ જ્ઞાનની પ્રાપ્તિ માટે તેનું અવલંબન અમોઘ નીવડે છે.”
હવે એ પ્રશ્ન થાય કે જો નવકાર શબ્દ અને અર્થ એ બંનેથી શાશ્વત છે તો પ્રશ્નમાં લખ્યું છે તેમ નમો અરહંતાપ એવો ઉલ્લેખ કેમ છે? આના સમાધાનમાં જણાવવાનું કે અહીં નવકાર મંત્રનો શિલાલેખ નથી, કિંતુ અરિહંત ભગવાનને નમસ્કાર કરવા માટે શિલાલેખ છે. એટલે કે નવકારનું પહેલું પદ જે “નમો અરિહંતાણં” છે તેનો શિલાલેખ નથી, કિંતુ સામાન્યથી અરિહંત ભગવાનને નમસ્કાર કરવા માટેનો શિલાલેખ છે. એથી જ ત્યાં નમો અરહંતાણં | નમો સત્ર સિદ્ધાણં || એવા બે પદ છે. અહીં મંગલ માટે અરિહંતોને અને સિદ્ધોને નમસ્કાર કરવામાં આવ્યો છે. આમ આ બે પદો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org